GUJARAT

અરવલ્લી : મોડાસા શહેરમાં દિનદહાડે જાહેરમાં મારામારી, ગુંડાગીરીના દ્રશ્યો સામે આવતા કાયદો-વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા શહેરમાં દિનદહાડે જાહેરમાં મારામારી, ગુંડાગીરીના દ્રશ્યો સામે આવતા કાયદો-વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં જાહેરમાં ગુંડાગીરીના દ્રશ્યો સામે આવતા લોકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના વ્યસ્ત વિસ્તારમાં દિનદહાડે કેટલાક શખ્સો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચતા ઘટનાસ્થળે હાજર લોકોમાં દોડધામ મચી હતી.પ્રાપ્ત માહિતી મુજબ, જાહેર માર્ગ પર લોકોની અવરજવર વચ્ચે કેટલાક અસામાજિક તત્વો એકબીજા સાથે બાખડી પડ્યા હતા. બંને પક્ષો વચ્ચે થયેલી મારામારીને કારણે આસપાસના લોકો ભયભીત બની ગયા હતા. ઘટનાને લઈને અનેક લોકો એકત્રિત થઈ જતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જાહેરમાં બનેલી આ ઘટનાએ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે. સામાન્ય નાગરિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે કે પછી આવા તત્વોમાં કાયદાનો કોઈ ખોફ જ રહ્યો નથી. જાહેરમાં ખુલ્લેઆમ મારામારી જેવી ઘટનાથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.સ્થાનિક લોકો દ્વારા શહેરમાં પોલીસની પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જાહેરમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર વધુ સતર્ક બને તેવી પણ લોકો અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!