GUJARATKUTCHMANDAVI

ખેડુત પર હુમલો કરનાર ત્રણ આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી એલસીબી પોલીસ ભુજ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૧૧ નવેમ્બર : નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નંબર – ૧૧૨૦૫૦૩૫૨૪૧૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૧૧૭(૨),૨૯૬(બી),૩૫૧(૨),૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગઈ તા.૦૫/૧૧/૨૦૨૪ના રોજ ગુનો રજીસ્ટર થયેલ. જેમાં ખેડુત ફરીયાદી પરશોતમભાઇ પ્રેમજીભાઇ નાથાણી રહે.સુપર માર્કેટ કૈલશનગર, નખત્રાણાવાળા પોતાની ફરીયાદમાં જણાવેલ છે કે, મારી અલ્ટો ગાડીથી અમારી વાડીએ એકલો જવા નીકળેલ ત્યારે કોટડાથી ખાભલા જતા રસ્તે આશરે ૨૦૦ મીટર આગળ રોડ ઉપર એક કાળા કલરની સ્કોર્પીયો ગાડી ઉભેલ હતી તેનાથી આગળ એકાદ કિમી જેટલુ દુર મારી વાડી જતા આશરે સવા નવેક વાગ્યે વાંકોલ માતાજી ના મંદિર તરફ જતા ત્રણ રસ્તા પાસે પહોચતા ત્યા એક કાળા કલરની સ્કોર્પીયો નંબર પ્લેટ વગર ઉભેલ હતી તેમજ તેની આગળ એક સફેદ કલરની અલ્ટો ગાડી ઉભેલ હતી અને રોડ ઉપર ત્રણ અજાણ્યા માણસો પાછળ હાથ રાખીને ઉભેલ હતા ત્રણેય જણાએ જીન્સ પેન્ટ આછા ચોકડી વાળા શર્ટ પહેરલ હતા તથા મોઢા પર અજરખ બાંધેલ હતી અને ત્રીસથી પાંત્રીસ વર્ષની ઉંમરના હતા અને તે ત્રણેય જણા મારી ગાડીની આગળ આવતા મારી ગાડી ઉભી રાખતા તે ત્રણેય જણાઓ મારી પાસે આવેલ અને ત્રણ જણામાથી એક જણાએ મને કહેલ કે તમે મારાજ છો તેમ કહેતા મે ના પાડેલ અને કહેલ કે હુ મોહનભાઇ પટેલ છુ તેમ કહેતા આ લોકોએ મારી ગાડીનો દરવાજો ખોલી મારા હાથ પકડી મને બહાર કાઢી દીધેલ અને ત્રણેય ઇસમો પૈકી બે ઇસમો પાસે લોંખડ ના પાઇપો હતા અને ત્રીજા ઇસમે મને પકડી રાખેલ અને તે બે ઇસમોએ મને લોખંડના પાઇપ વડે શરીરે માર મારવા લાગેલ અને જેમ તેમ ગાળા ગાળી કરવા લાગેલ હતા અને મને જમણા પગમાં ઇજાઓ થયેલ હતી અને શરીરે મુઢ ઇજાઓ થતા હુ ગભરાઇ જમીન પર નીચે પડી ગયેલ અને રાડા રાડી કરતા આ ત્રણેય જણાઓ મને કહેલ કે આજે તો બચી ગયો છે હવે પછી મળીશ તો તને જાનથી મારી નાખશી તેમ ધમકી આપી જતા રહેલ હતા.જેથી ઉપરોક્ત બનેલ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તેમજ ખેતી કરવા જતા ખેડુત ઉપર અજાણ્યા શખ્શોએ ભેદી હુમલો કરેલ આ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ i /c પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સુચના આપેલ.જે સુચના અનુસંધાને બનાવની ગંભીરતાને ધ્યાને લઇ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ- ભુજના પીઆઇ એસ.એન.ચુડાસમા સાહેબ તથા પીએસઆઈ. ટી.બી.રબારી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના કર્મચારીઓ ટીમ બનાવી ને બનાવવાળી જગ્યાની વિઝીટ કરી તેમજ આ ગુનામાં અજાણ્યા શખ્સો દ્વારા ઉપયોગમાં લેવાયેલ કાળા કલરની સ્કોરપીયો ગાડી તથા મારૂતી કંપનીની સફેદ કલરની ગાડી શોધવા માટે અલગ અલગ ૩૪ ગામોમાં સી.સી.ટી.વી ચેક કરવામાં આવેલ તેમજ નેત્રમ કમાન્ડ કંટ્રોલ ભુજની મદદથી ઉપરોક્ત બન્ને ગાડીઓની મુમેન્ટ ચેક કરવામાં આવેલ તેમજ ૨૪ બ્લેક સ્કોરપીયો ગાડીઓ વેરીફાય કરવામાં આવેલ તેમજ ૨૫ એસ-પ્રેસો વીએક્સઆઇ પ્લસ ગાડીઓ વેરીફાય કરવામાં આવેલ ત્યારબાદ ઉપરોક્ત બનાવમાં ઉપયોગમાં લેવાયેલ કાળા કલરની સ્કોરપીયો ગાડી તથા મારૂતી કંપનીની સફેદ કલરની ગાડીની સચોટ ખરાઇ અને તપાસ કર્યા બાદ ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસ આધારે નીચે સચોટ માહિતી મેળવી ઉપરોક્ત ભેદી બનાવનો ભેદ નીચે જણાવેલ નામ વાળા ત્રણ આરોપીઓ તથા ઉપરોક્ત ગુના કામે ઉપયોગમાં લેવાયેલ મહિન્દ્રા કંપનીની બ્લેક સ્કોરપીઓ ગાડી તથા મારૂતી સુઝુકી કંપનીની સફેદ કલરની એસ-પ્રેસો ગાડી સાથે પકડી પાડવામાં આવી હતી.સાથે પકડાયેલ આરોપીઓ,અશોકસિંહ વિજયસિંહ જાડેજા રહે.વેમ્બલી પાર્ક, ગાયત્રી મંદીરની પાછળ, જુનાવાસ, માધાપર તા.ભુજ, ભરત વાલજી હિરાણી(પટેલ) રહે.સરલી તા.ભુજ, કીશોર કાન્તીભાઇ દાતણીયા રહે. રામનગરી અંબીકા ચોક પાસે, ભુજ,આ ત્રણેય આરોપી ગણાય પોલીસ સ્ટેશનો મા ગુનાહીત ઇતીહાસ ધરાવે છે.

Back to top button
error: Content is protected !!