દાહોદના ગોધરા રોડ પર ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની નકલી ઓફિસ બનાવી ૨૮.૬૦ લાખનું ફુલેકું ફેરવનાર ત્રણેય ઠગોને LCB પોલીસે ઝડપી લીધા

તા.૨૧.૦૭.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ગોધરા રોડ પર ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની નકલી ઓફિસ બનાવી ૨૮.૬૦ લાખનું ફુલેકું ફેરવનાર ત્રણેય ઠગોને LCB પોલીસે ઝડપી લીધા
ગઠિયાઓએ બેંક જેવો માહોલ ઊભો કરી ફર્નિચર, કોમ્પ્યુટર ગોઠવ્યા હતા અને યુવતીઓને નોકરી પર રાખી હતી રથયાત્રામાં સોનું દાનમાં આપવાના બહાને મહાવીર જ્વેલર્સના વેપારીને ૨૦૦ ગ્રામ સોનાના બિસ્કીટ સાથે બોલાવ્યા હતા લોકરમાંથી નાણાં લાવવાના બહાને આરોપી નજર ચૂકવી પાછલા દરવાજેથી સોનું લઈને ફરાર થઈ ગયો હતો સમગ્ર મામલે દાહોદ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી હતી દાહોદ એલસીબી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે વોચ ગોઠવી રાજસ્થાન બોર્ડર પાસેથી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસે ગુનામાં વપરાયેલી કાર અને સોનાના બિસ્કીટ સહિત કુલ ૩૮.૮૦ લાખનો ૧૦૦ ટકા મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કર્યો પોલીસે આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરી





