GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

એલસીબી પોલીસે કાલોલ ના રામનાથ ગામેથી વિદેશી દારૂના ત્રણ લાખ ઉપરાંતનો મુુ્દ્દામાલ ઝડપી પાડયો.

તારીખ ૨૮/૧૦/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ

ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જીલ્લામાંથી દારૂની અસામાજીક પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ ગોધરા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ.દેસાઇ નાઓએ એલ.સી.બી.સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓ પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી રેઇડો કરવા સુચના કરેલ.જે સુચના અન્વયે એલસીબી એ.એસ.આઇ દિગ્પાલસિંહ દશરથસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે,કાલોલ તાલુકાના છગનપુરા ગામે રહેતો ધર્મેન્દ્રભાઈ ઉર્ફે બોડો કીરણભાઇ પરમાર રામનાથ ગામની સીમમાં આવેલા ધિરેશભાઇ નારણભાઇ પટેલ ના નીલગીરીના વાવેતરવાળા ખેતરમાં વિદેશી દારૂ સંતાડી રાખેલ છે.તેવી મળેલ બાતમી આધારે એલસીબી પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એન.પટેલ તથા એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો સાથે રામનાથ ગામે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ છે.જેમાં ગોવા સ્પિરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કીના ક્વાટરીયા નંગ-૯૧૨ કિ.રૂ.૧,૨૩,૧૨૦/- (૨) માઉન્ટસ ૬૦૦૦ બીયરના ટીન નંગ-૧૩૯૨ ની કુલ કિ.રૂ.૧,૮૦,૯૬૦/- કુલ ૩,૦૪,૦૮૦ મુદ્દામાલ કબજે કરી આરોપી ધર્મેન્દ્રભાઈ ઉર્ફે બોડો કીરણભાઇ પરમાર રહે. કાલોલ તાલુકાના છગનપુર ઉપરોકત આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કાલોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!