GUJARATKUTCHMANDAVI

પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના અમલી કરાઈ.

આકસ્મિક પશુ મૃત્યુના કિસ્સામાં પશુપાલકોને મળશે આર્થિક સહાય.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૦ નવેમ્બર : ભારત સરકારનાં નેશનલ લાઈવ સ્ટોક મિશન (NLM) તથા રાજ્ય પુરસ્કૃત રિસ્ક મેનેજમેન્ટ એન્ડ ઈન્સ્યોરન્સ યોજના હેઠળ પશુધન વીમા સહાય યોજના મંજૂર કરવામાં આવી છે. જેનો હેતુ પશુઓને વીમા કવચથી સુરક્ષિત કરી પશુપાલકોને આકસ્મિક પશુ મૃત્યુથી થતા આર્થિક નુકશાનથી બચાવવાનો છે. રાજ્યના તમામ પશુપાલકો I-KHEDUT પોર્ટલ પર અરજી કરી શકે છે.આ યોજના હેઠળ પ્રતિ લાભાર્થી દીઠ એકથી ત્રણ વેતરનાં હોય તેવા મહત્તમ ૩ પશુઓને (ગાય અને ભેંસ વર્ગનાં) લાભ મળવાપાત્ર થાય છે. આ યોજનામાં ઓનલાઈન અરજી કરી તેની પ્રિન્ટ કાઢી, સહી કરીને જરૂરી સ્વપ્રમાણિત દસ્તાવેજો સાથે અરજીની નકલ નજીકની પશુ સારવાર સંસ્થાને દિન – ૭માં પહોંચાડવાની રહેશે અથવા તમામ આધારો I-KHEDUT પોર્ટલ ઉપર અપલોડ કરવાનાં રહેશે. ઓનલાઈન અરજી કરવા માટેનો સમયગાળો તા.૧૩-૧૨-૨૦૨૪ સુધી રહેશે. કચ્છના પશુપાલકોને આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા પંચાયત નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ. આર.ડી.પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!