વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૦૧ જુલાઈ : માંડવી તાલુકાના બિદાડા ગામ ગ્રામજનો દ્વારા મહિનાઓ અગાઉ ગટર, પાણી, તેમજ વરસાદ ના પાણી ના વહેણ રહેણાક વિસ્તાર માં ભરાઈ જવી સમસ્યાઓ બાબતે બિદડા ગ્રામ પંચાયત માં લેખિત ફરીયાદ અરજી ઓ આપવામા આવેલ હતી, પણ સરપંચ દ્વારા મહિનાઓ થી ગ્રામજનો ની સમસ્યાઓ ઉકેલ કરવામાં ન આવતા ગ્રામજનો એ પંચાયત માં સરપંચ ને રજૂઆત કરવા પહોંચ્યા હતાં, પરંતુ સરપંચ હાજર ન હતાં તેમજ ટેલીફોનીક સંપર્ક કરતા તેમના દ્વારા ફોન ઉપાડવામાં આવેલ ન હતુ, જેથી ગ્રામજનોએ જો તાત્કાલિક ધોરણે મહિનાઓ થી આપેલ ફરીયાદ અરજીઓ બાબતે નિકાલ કરવામાં નહી આવે તો ગ્રામજનો દ્વારા બિદડા ગ્રામ પંચાયત ને તાળાબંધી કરવાની ચીમકી આપેલ છે, બિદડા ગ્રામજનો વતી અમીતભાઇ સંઘાર શિવસેના પ્રમુખ, ધીરજભાઈ ગોર, જગદીશભાઈ છાભૈયા, અદિલભાઈ લંગા, કૃપાલસિંહ જાડેજા, જખુભાઇ સાકરીયા, કેયુરભાઈ દળગા વગેરે હાજર રહ્યાં હતા.