
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના નિશાણા ગામે સરકારી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં આવેલ ગેરકાયદેસર ચર્ચ દૂર કરવામાં આવે તેવી માંગ સાથે અગ્નિવીર હિન્દૂ સંગઠનનાં કાર્યકર્તા મહેન્દ્રસિંહ ગંગાસિંહ રાજપુરોહિત દ્વારા જિલ્લા કલેક્ટરને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.ડાંગ જિલ્લામાં ગરીબ આદિવાસીઓને લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરવાનું કાર્ય છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હોય તેવા આક્ષેપ સાથે અગ્નિવીર સંગઠનના કાર્યકર્તા મહેન્દ્રસિંહ ગંગાસિંહ રાજપુરોહિત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં જણાવ્યા અનુસાર, સુબીર તાલુકાના નિશાણા ગામના ખરદાડી ફળિયામાં પ્રાથમિક ગુજરાતી શાળાનાં કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર ચર્ચ બનાવી ધર્મ પરિવર્તન કરાવતા હોવાની જાણ થતા અગ્નિવીર હિન્દૂ સંગઠન સાથે તેઓ રૂબરૂ સ્થળ મુલાકાત લેવા પહોંચ્યા હતા.ત્યારે ત્યાં શાળાના પ્રવેશદ્રાર પર મસમોટુ ગોડાઉન જેવું ચર્ચ બનાવેલ છે.જેનાંથી નાના આદિવાસી બાળકોને ચર્ચની આડમાં શિક્ષણના બદલે વટાળ પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાની શંકા છે.જેથી સરકારી જગ્યામાં ચર્ચ દૂર કરી કસૂરવારો સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.તદુપરાંત ખરદાંડી ફળીયામાં આવેલ પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડ માં આવેલ ચર્ચ સત્વરે દૂર કરવામાં ન આવે તો ન છૂટકે ઉગ્ર આંદોલન કરવાની જરૂર પડસે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે.100 ટકા આદિવાસી વસ્તી ધરાવતું ડાંગ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાનાં આડમાં ધર્મ પરિવર્તન કરાવતા તત્વોને જાહેર કરી તેમની સામે પણ પગલાં ભરવા માંગ કરવામાં આવી રહી છે.ત્યારે આવનાર દીવસોમાં તંત્ર કેવા પગલા ભરે છે તે જોવુ જ રહ્યુ..



