BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
વરેડિયા નજીક પુનઃ ટ્રાફિક જામ સર્જાતા પાલેજ ટ્રાફિક સર્જાતા વાહનોની લાંબી કતારો જોવા મળી…
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૪૮ પર વરેડિયા નજીક ભૂખી ખાડી પાસે પુનઃ ગતરોજ ટ્રાફિક જામ સર્જાયો હતો. જેની જાણ પાલેજ પોલીસને થતા પાલેજ ટ્રાફિક પોલીસ, જીઆરડી તેમજ ટી આર બી ના જવાનોએ ટ્રાફિક નિયંત્રણ કરી ટ્રાફિક હળવો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ઓગસ્ટ માસમાં પણ વરેડિયા નજીક આવેલી ભૂખી ખાડી પાસે ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો હાલાકીમાં મુકાયા હતા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરેડિયા નજીક આવેલી ભૂખી ખાડીના સાંકડા નાળા પર હજુ પણ ખાડા નજરે પડી રહ્યા છે. જેના કારણે વાહનચાલકોને પોતાના વાહન ધીમાં ચલાવવાની ફરજ પડી રહી છે. ભૂખી ખાડીનું નાળુ સાંકડું હોવાના કારણે અવારનવાર વરેડિયા પાસે ટ્રાફિક જામ સર્જાય છે. તો તંત્ર દ્વારા નાળુ ત્રણ લેનમાં પરિવર્તિત કરવા વાહનચાલકો દ્વારા માગ ઉઠવા પામી છે…