GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ કોર્ટ પાસે બંપ તોડવાની કામગીરી શરૂ કરતા લાંબો ટ્રાફીક જામ થયો.
તારીખ ૦૫/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
હાલોલ શામળાજી ટોલ રોડ પર ટોલ કંપની દ્વારા આડેધડ રીતે બંપ મુકવામા આવ્યા હતા જેના કારણે અકસ્માત ની સંભાવના વધી ગઈ હતી આજે કાલોલ હાઈવે ઉપર કોર્ટ સામે ના બંપ તોડવાની કામગીરી ટોલ રોડ કંપની દ્વારા શરૂ કરવામાં આવી હતી જેના કારણે લાંબો ટ્રાફીક જોવા મળ્યો હતો. વાહનોની લાઈન લાગી હતી. ટોલ રોડ કંપની દ્વારા ગતી અવરોધક બંપ મુક્યા બાદ કોઈ સુચના કે પટ્ટા પાડવામા આવતા નથી જેને કારણે વાહનચાલકો ને બંપ નો ખ્યાલ આવતો નથી પરિણામે અકસ્માત થાય છે.