માંડવી ,તા-૨૬ એપ્રિલ : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય /પેટા ચૂંટણીઓને લઈને કચ્છ જિલ્લામાં આજરોજ વહેલી સવારથી જ મતદાન યોજાઈ રહ્યું છે. વહેલી સવારથી લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ નિભાવી રહ્યા છે. કચ્છના તમામ મતદારોને મતદાન કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ છે.
માંડવી તાલુકા ના તમામ બુથો પર શાન્તી પુર્વક મતદાન ચાલી રહ્યું છે અને લોકો પોતાની ફરજ સમજીને મતદાન કરી રહ્યા છે.