મહર્ષિ કણાદ શાળા વિકાસ સંકુલ, ડીસા નું ગણિત વિજ્ઞાન પ્રદર્શન શ્રી એલ.વી નગરશેઠ સમૌ મોટા ખાતે યોજાયેલ
2 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ
મહર્ષિ કણાદ શાળા વિકાસ સંકુલ, ડીસા નું ગણિત વિજ્ઞાન પ્રદર્શન શ્રી એલ.વી નગરશેઠ સમૌ મોટા ખાતે યોજવામાં આવ્યું હતું.જેમાં SVS કક્ષાની 55 શાળાઓએ અલગ – અલગ પાંચ વિભાગમાં 115 કૃતિઓ ભાગ લીધો. સદર કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ડીસાના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળી, ડાયટનાં પ્રાચાર્યશ્રીડૉ.ડી.આર.બ્રાહ્મણ,બનાસકાંઠાજિલ્લાશિક્ષણઅધિકારીશ્રી ડૉ.હિતેશભાઈ પટેલ, લાયઝન અધિકારીશ્રી ડૉ.એસ.ડી.જોશી,QDC નાં આચાર્યશ્રીઓ ,આચાર્ય સંઘ ના મંત્રી જયેશભાઇ તથા અન્ય શાળાના આચાર્યશ્રીઓ તથા માર્ગદર્શકશ્રીઓ તથા શિલ્ડના દાતા ડૉ. વિકાસ કાનુડાવાલા અને ભોજન ના દાતા ભુદરભાઈ તથા શાંતિભાઈ રાજગોર, તથા ટ્રસ્ટીશ્રી અમૃતભાઈ દવે, જયંતીભાઈ રાજગોર,પ્રભાત સિંહ,નારણભાઇ,કાનજીભાઈ ,સરપંચશ્રી વજેસિંહ તથા શાળા પરિવાર અને નિર્ણાયકો ના સહયોગ થી સુંદર કાર્યક્રમ યોજાયો ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ એ બાળકોને વિવિધ પ્રશ્નો પૂછી તથા આપણા જિલ્લામાં કયા પ્રયોગો કરી વિકાસ કરી સમસ્યા નિવારી શકાય તેની વાત કરી.ર્ડા. ડી.આર.બ્રાહ્મણે વિજ્ઞાન મેળાની સુંદર જ્ઞાનસભર માહિતી આપી. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ હિતેશભાઈસાહેબેઅનેર્ડાએસ.ડી.જોષીસાહેબેબાળકોમાર્ગદર્શકશ્રીઓ,આચાર્યોશ્રીને જરૂરી માર્ગદર્શન એવમ સૂચનો થી પ્રોત્સાહિત કર્યા svs કન્વીનર વી.એમ.પટેલ તથા તેમના સ્ટાફ નો ખુબ સારો સહયોગ રહ્યો.શાળા પરિવાર અને NSS ના સ્વયંસેવકો ની અવિરત સેવા થી કાર્યક્રમ સફળ રહ્યો. નટુભાઈ જોષીએ પ્રત્યક્ષ યા પરોક્ષ સહયોગ કરનાર નો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ સંપન્ન કર્યો .