કડાણા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 3543 વર્ક ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા
રિપોર્ટર…..
અમીન કોઠારી :- મહીસાગર
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સંતરામપુર ના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર ની ઉપસ્થિતિ માં
કડાણા તાલુકાના દિવડા કોલોની મુકામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કડાણા તાલુકામાં કુલ ૪૨૬૪ પૈકી કુલ ૩૫૪૩ પ્રધાનમંત્રી આવાસ નાં વર્ક ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા.
સાથે ઇ રિક્ષાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું.
આ તકે DRDA ડાયરેકટર શ્રીમતિ ચંદ્રિકાબેન ભાભોર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ મંગુબેન માલીવાડ, સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વળવાઈ, જિલ્લા ઉપાઘ્યક્ષશ્રી અંબાલાલ પટેલ અને ભગવતસિંહ પૂવાર, મામલતદાર કડાણા અને સંતરામપુર તાલુકા વિકાસ અધિકારી
તથા
કડાણા તાલુકા પંચાયત ઉપપ્રમુખ બીપીનભાઈ પંચાલ, તાલુકા મંડળના પ્રમુખ જેન્તીભાઇ પટેલ, સહિત પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સરપંચો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા