સંતરામપુર નગરના મુસ્લિમો દ્વારા યુસીસીના કાળા કાયદાના વિરોધમાં જમણા હાથે કાળી પટ્ટી બાંધીને જોરદાર વિરોધ કર્યો
સંતરામપુર નગરના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વકફ બોર્ડ અને યુ.સી.સી. નાં કાયદો જે લાવવામાં આવી રહયો છે તે કાયદા નો સંતરામપુર મુસ્લિમ સમાજ દ્વારા પોતાના જમણા હાથે કાળી પટ્ટી બાંધી ને સખ્ત વિરોધ દર્શાવવામાં આવ્યો.
રિપોર્ટર….અમીન કોઠારી મહીસાગર
સંતરામપુર નગરમાં સંતરામપુર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વકફ બોર્ડ અને યુ.સી.સી. કાયદા લાવવાની સામે પોતાનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.અને આ કાયદા વિરુદ્ધ મોટી સંખ્યામા પ્રતિસાદ અને વિરોધ જોવા મળ્યો છે.
સંતરામપુર ની સુન્ની જુમ્મા મસ્જિદ, કાદરી મસ્જિદ, નુરી મસ્જિદ, ફૈઝાને મદીના મસ્જિદ, મરકઝ મસ્જિદ, મદની મસ્જિદ, આયશા મસ્જિદ જેવી વિવિધ મસ્જિદોમાં સમસ્ત મુસ્લિમ સમાજના લોકોએ જુમ્માની નમાજ બાદ સમસ્ત મુસ્લિમ સમાજ ના વડીલો, અગ્રણીઓ, બાળકો યુવાનો એ પોત પોતાના જમણા હાથે કાળી પટ્ટી બાંધી આ કાયદાઓનું કડક વિરોધ દર્શાવી ભારે વિરોધ જાહેર કર્યો હતો.