સંતરામપુર તાલુકા પંચાયત ની કુલ ૨૪ બેઠકો પૈકી 20 બેઠકો ભાજપ ને 3 બેઠકો આપ અને ૧ બેઠક કોંગ્રેસના ફાળે ગયેલ છૈ.

સંતરામપુર તાલુકા પંચાયત ની કુલ ૨૪ બેઠકો પૈકી 20 બેઠકો ભાજપ ને 3 બેઠકો આપ અને ૧ બેઠક કોંગ્રેસના ફાળે ગયેલ છૈ.
રિપોર્ટર….
અમીન કોઠારી….
મહીસાગર
સંતરામપુર તાલુકામાં કોંગ્રેસ અને આપના સૂપડા સાફ થતા જોવા મળ્યા!!!
સંતરામપુર તાલુકા પંચાયત ની ચૂંટણીના પરિણામ આવતા સંતરામપુરના પૂર્વ ગાળામાં કે જ્યાં વર્ષોથી કોંગ્રેસ નું ગઢ રહ્યું હતું ત્યાં ઇતિહાસમાં પહેલીવાર ભાજપનો ભોગવો લહેરાતો જોવા મળ્યો પરંતુ બીજી તરફ ભાજપ સંગઠનના જિલ્લા તાલુકા અને પ્રદેશના હોદ્દેદારોના વિસ્તારોમાં ભાજપની હારથી ભારતીય જનતા પાર્ટીના સંગઠન ટીમની નિષ્ક્રિયતા જોવા મળીહતી.
ભાજપ પ્રદેશ આદિજાતિ મોરચા મંત્રી સંજય પારગી અને સંતરામપુર તાલુકા મંડળ મહામંત્રી તેરસિંગ નીનામા ની પોતાની સીટ સીમલીયામાં આમ આદમી પાર્ટી એ વિજય મેળવ્યો.
ત્યારે જિલ્લા મહામંત્રી કમલેશ પાદરીયા ની તાલુકા પંચાયતની સિયાલ સીટમાં કોંગ્રેસે જીત મેળવી સાથે સાથે ભાજપ મહામંત્રી પી કે બારીયા ની પોતાની તાલુકા પંચાયત સીટો માં પણ કોંગ્રેસ જીતતી જોવા મળી.
વધુમાં મહીસાગર જિલ્લા ભાજપા પ્રમુખ તેમજ ગોધર તાલુકા સંગઠન પ્રમુખ વીસતારની સીટમાં અપક્ષ ઉમેદવાર જીતીને આવતા જિલ્લાની સંગઠન ટીમની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
સૌ પથમ વાર સંતરામપુર તાલુકામાં આ ચુટણીમા કોગ્રેસ નો ભારે રકાસ થયેલ જોવા મલે છે,માત્ર ને માત્ર કોગ્રેસ નો વિજય જાનવડની સીટ પર થયેલ છે. આમ તાલુકા પંચાયત ની ચોવીસ બેઠક માથી એકજ બેઠક કોગ્રેસ ને મલેલછે. આ માટે કોગ્રેસ નું સંગઠન ને એકતાને પાયાના કાયૅકતૉ ઓની અવગણના ને કાયૅકતૉ ઓને આગેવાનોની અવગણના એ મહતવનુ કારણજોવા મલે છે.તાલુકા માં કોગ્રેસ માની અંદરોઅંદર ની ટાટીયાખેચ ની નીતીરીતી પણ આ હાર માટે જવાબદાર જણાય છે.
સંતરામપુર તાલુકા માં સૌ પથમ વાર આપ પાટીએ આ ચુટણીમા ખાતું ખોલાવતા આપ ના કાયૅકતૉ ઓમાં ભારે ઉતસાહ ને જોશ જોવા મલતો હતો.
આમ આદમી પાટી એ સંતરામપુર તાલુકા પંચાયત ની બાબરોલ ને સીમલીયા કણજરા બેઠકો પર જીત મેલવીને તાલુકામાં આ ચુટણીમા પગ પેસારો કરતાં તેની અસર આગામી વિધાનસભા નીચુટણીમા જોવાશે.




