LUNAWADAMAHISAGAR

35 વર્ષીય અસ્થિર મગજની યુવતી ને મહીસાગર અભયમ ટીમે પરિવારને સોંપી.

રીપોર્ટ આસીફ લુણાવાડા

કડાણા તાલુકાના એક ગામમાં રહેતા એક જાગૃત નાગરિકે 181 અભયમ ટીમ પર કોલ કરી જણાવેલ કે એક મહિલા અઠવાડિયા થી અહીં આટા ફેરા મારે છે આથી તેમની મદદ માટે વાનની જરૂર મારે છે.
ડ્યુટી પર હાજર 181 મહીસાગર અભિયમ ટીમ ઘટના સ્થળ પર પહોંચી જાગૃત નાગરિક સાથે વાતચીત કરી તો તેઓ જણાવતા કે આઠ એક દિવસથી આ મહિલા આ રસ્તા પર આટા ફેરા મારે છે અને અલગ અલગ દુકાનથી બધા તેમને જમવાનું આપે છે તેમને સરનામું પૂછવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ કશું બોલતા નથી. અભયમ ટીમે મહિલાનું કાઉન્સિલિંગ કર્યું અને તેમને સરનામું પૂછવાનો પ્રયત્ન કર્યો તો તેમણે તેમના ગામનું નામ જણાવેલ હતું અને પોતાનું નામ જણાવેલ હતું એ સિવાય કશું બોલતા ન હતા આથી તેમને તેમના પરિવારને સોંપેલ છે. તેમના માતા તથા ભાઈ સાથે વાતચીત કરી અને તેમને સારવાર કરવા માટે હોસ્પિટલ ની જાણકારી આપેલ છે અને દીકરીને કંઈ એકલા નીકળવા દેવા નહીં દીકરી તેમની પાસે આવતા તેઓ ખૂબ જ આનંદિત થઈ ગયા હતા અને 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!