GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢમાં જોખમી રીલ બનાવવી ભારે પડી,ગણતરીના કલાકોમાં જ રીલબાજ યુવકો પોલીસના સિકંજામાં,પાવાગઢ પોલીસે કરી અટકાયત

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૯.૭.૨૦૨૬

સુપ્રસિધ્ધ ઐતીહાસીક યાત્રાધામ પાવાગઢ ના પ્રવેશદ્વાર કહેવાતા “સીટી ગેટ” ઉપર ચઢી ને યુવકો નો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા મા વાયરલ થતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.સુપ્રસિધ્ધ ઐતીહાસીક યાત્રાધામ પાવાગઢ કે અનેક જાહેરનામાઓ થી ઘેરાયેલા યાત્રાધામ છે. અને સહેલાણીઓ અને યાત્રાળુઓ ની સલામતીઓ અને સુરક્ષાઓ માટે વિશેષ બંદોબસ્ત તો હોય છે. તથા ઐતીહાસીક સ્મારકો ના રક્ષણો ની જાળવણીઓ માટે પુરાતત્વ વિભાગ પણ સતર્ક હોવાના દાવાઓ કરાતા હોય છે.આમ છતાપણ સુપ્રસિધ્ધ ઐતીહાસીક યાત્રાધામ પાવાગઢ ના પ્રવેશ દ્વાર તરીકે ગણાતા સદીયો જૂના “સીટી ગેટ” ઉપર ૬, યુવકો મોબાઈલ ફોન અને ડ્રોન કેમેરા સાથે ચડી જઈ ને મસ્તીભર્યા મ્યુઝીક સાથે ડાન્સ કરતો વીડિયો ઉતારવામાં મશગુલ હતા. આજ “સીટી ગેટ” ની નીચે થી વાહનો સતત પસાર થઈ રહયા હતા. પરંતુ રીલ્સ બનાવવામાં મશગુલ બની ને સોશિયલ મીડિયા મા પ્રસિધ્ધ થઈ જવાની ઘેલછાઓ મા ચકનાચૂર બનેલા આ યુવકો ને ગંભીરતાઓ નુ કોઈ ભાન જ દેખાતુ ન હતુ. અને “સીટી ગેટ” ઉપર ચડી ને આ યુવકો રીલ્સ બનાવવામાં તલ્લીન હતા. અને પોતાના પરાક્રમો નો આ વીડિયો સોશિયલ મીડિયા મા વાયરલ પણ કર્યો હતો. જો કે પાવાગઢ પોલીસ તંત્ર ની ટીમ દ્વારા આ વાયરલ વીડિયો ની ગંભીરતાઓ વચ્ચે ઐતીહાસીક “સીટી ગેટ” ઉપર ડાન્સ કરનારા આ યુવકો ને ગણતરી ના કલાકો મા શોધી ને પાવાગઢ પોલીસ સ્ટેશન ના આંગણે લાવવામાં આવતા વેંત આ યુવકો ની ઘેલછાઓ નો નશો જોતજોતા મા ઉતરી ગયો હતો હવે પછી થી આવી ભૂલ કયારેય નહી કરીએ એમ જણાવી ને કાન પકડી ને આખરે માફી માગવા મજબૂર પણ બન્યા હતા.

Back to top button
error: Content is protected !!