BHACHAUGUJARATKUTCH

ફિટ ઇન્ડિયા મિશન અંતર્ગત “Sunday on Cycle” થીમ આધારિત ભચાઉ ખાતે સાયકલ રેલી યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ ,તા-૧૯ જુલાઈ : ફિટ ઇન્ડિયા મિશન અંતર્ગત “Sunday on Cycle” થીમ આધારિત સાયકલ રેલીનું આયોજન ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા કરવામાં આવ્યું હતું.આ રેલીનો પ્રારંભ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ભચાઉ થી તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણસિંધ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. રેલીમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંઘ, એડોલેસન્ટ હેલ્થ કાઉન્સેલર દિશાબેન સુથાર, સામખિયારી સુપરવાઇઝર દીપકભાઈ દરજી તથા એમ.ટી.એસ. કૌશિક સુતરીયા સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.રેલી દરમિયાન બાળકોએ વિવિધ જનજાગૃતિના સૂત્રોચ્ચાર કરી નાગરિકોમાં નિયમિત શારીરિક પ્રવૃત્તિ, Preventive Health Care (રોગ નિવારક આરોગ્ય સંભાળ) તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાના મહત્વ અંગે જાગૃતિ ફેલાવી હતી.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને રોજિંદા જીવનમાં સાયકલિંગ અને વ્યાયામ જેવી આરોગ્યપ્રદ પ્રવૃત્તિઓ અપનાવવા પ્રેરિત કરવાનો તેમજ “ફિટ ઇન્ડિયા” અભિયાનને વધુ વ્યાપક બનાવવાનો હતો. ઉપસ્થિત સૌએ નિયમિત કસરત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવીને સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

Back to top button
error: Content is protected !!