અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લીના માલપુર તાલુકા પંચાયતની બામણી સીટના ઉમેદવાર જાહેર કરી ઉમેદવારી ફોર્મ ભરાયું
ગુજરાત માં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ અને ગ્રામપંચાયત,તા.પં અને જી.પં માં ખાલી પડેલ બેઠકો ની પેટા ચૂંટણીઓ આગામી 16 ફેંરુઆરી એ યોજાવા ની છે ત્યારે ભાજપ દ્વારા આજે ઉમેદવારો ની યાદી જાહેર કરી છે જેમાં આજે અરવલ્લી ના માલપુર તાલુકા પંચાયત ની બામણી સીટ ના ઉમેદવાર જાહેર કરી ઉમેદવારી ફોર્મ ભરાયું
આગામી 16 ફેબ્રુઆરી એ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે અરવલ્લી જિલ્લા ના માલપુર તા.પં ની ખાલી પડેલ બામણી બેઠક માટે ભાજપ દ્વારા મંગુબેન પુજારા ના નામ પર મહોર લગાવી છે અને તેમને ઉમેદવાર બનાવ્યા છે ત્યારે આજે ઉમેદવાર મંગુબેન પુજારા એ માલપુર તાલુકા પંચાયત ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું જેમાં અરવલ્લી જી.પં ઉપ પ્રમુખ નિર્ભયસિંહ,માલપુર તા.પં પ્રમુખ ભાગ્યશ્રી બેન ,પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર,માલપુર તાલુકા ભાજપ પ્રમુખ ભાર્ગવ પટેલ સહિત મોટી સંખ્યા માં કાર્યકરો એ માલપુર તા.પં કચેરીએ ઉમેદવારી પત્ર રાજુ કર્યું હતું