વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ
માંડવી,તા-૨૦ જાન્યુઆરી : માંડવી ઘટક ૧-૨ નો ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ આઈ. સી. ડી. એસ. ઘટક કચેરીએ યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી શીલ્પાબેન નાથાણી, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષશ્રી કાન્તાબેન શીરોખા, આરબીએસકેના એમઓશ્રી ધીરજભાઈ ડુંગરખિયા, માંડવી ઘટક ૧-૨ના સી.ડી.પી.ઑ.શ્રી શીતલબેન સંગાર અને લક્ષ્મીબેન મહેશ્વરી, બંને ઘટકના તમામ સુપરવાઈઝરશ્રીઓ, કચેરી સ્ટાફ, કાર્યકરો, તેડાગર તેમજ લાભાર્થીઑ હાજર રહ્યા હતાં. કાર્યક્રમમાં મીલેટ્સ, THR તથા સરગવામાંથી બનાવેલી વાનગીઓનું નિર્દશન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેનારમાંથી પ્રથમ, દ્રિતીય, તૃતીય નંબર આપીને લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં માતા યશોદા એવોર્ડ વર્ષ ૨૦૨૧-૨૨ તેડાગર અને કાર્યકર બહેનોને એનાયત કરવામાં આવ્યા હતા.