GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગર pgvclમાં ચાલાકીથી RTI ટાળનારને કરંટની જરૂર

“RTI”માં માહિતી ટાળતા વિજ વિભાગના”ચબરાકો”ને કરંટ કયારે??

રેકર્ડ ઉપરની માહિતી આપવામાં પણ પરોક્ષ ઇન્કાર–માહિતી માંગતી અરજીઓની સમીક્ષા થશે??ગોળ ગોળ જવાબ આપવાની આવડત કોણ જાનબે ક્યારે ઘુસી ગઇ??

જામનગર (ભરત ભોગાયતા)

આપણે ત્યાં કાયદાઓ તો અસરકારક છે પરંતુ જે વિભાગને લગત હોય તે વિભાગ પહેલા તો નવા કે જુના કાયદાથી સુસંગત અરજીઓ કે કેસ આવે ત્યારે પહેલા છટકાવાના રસ્તા ગોતે છે વિજવિભાગ જામનગર (pgvcl અંતર્ગતનુ સર્કલ ડીવીઝન સબ ડીવીઝન આ પ્રકારની પ્રેક્ટીસ માટે જાણીતુ બન્યુ છે ઘણા સરકારી વિભાગના પ્રમાણમાં પુરતો સ્ટાફ વધુ ફેસેલીટી સારી ઓફીસો ટેકનોલોજીની પુષ્ટી તબક્કાવારની કેડર વિજકામ માટે પુરતા નાણાની જોગવાઇ બંદોબસ્ત માટે ખર્ચાનું પુરતાથી વધુ ભંડોળ છતાય સાતત્યપુર્ણ વીજપુરવઠો નહી
(હમણાં જ ગોકુલનગર ઉદ્યોગનર બેડેશ્ર્વર નવાગામ ઘેડનાં વિજધાંધીયાની રજુઆત કરવા લોકો ગયેલા તે પણ સમુહમાં જવુ પડે એકલ દોકલને જવાબ પણ આપે નહી એ તો ઠીક પોતાના એમ.ડી.આવી ને મેરેથોન મીટીંગ કરીને પાવરકાપના કારણોની સમીક્ષા કરીને કડક સુચના આપતા ગયા છે છતાય સુધારો ન થયો કે હજુ સુધારો ગ્રાહકને ન દેખાયો) લોકોની વિજ જોડાણ ની અરજીઓના ઝડપી નિકાલ નથી માંગ મુજબ લાઇન પોલ ફીડર કે ટ્રાન્સફોર્મરોના યોગ્ય ઇન્સ્ટોલેશ નહી ગુણવતા યુક્ત મટીરીયલ જ વાપરવાનો આગ્રહ નહી ….વગેરે વગેરે મુદા જાણકારોને મુંઝવે છે ત્યારે મહત્વની બીજી વાતો પણ છે

મુખ્યમંત્રીએ દળદાર યાદી ફરજીયાત નિવૃતિ આપવાની બનાવી છે અને દરેક વિભાગને જરૂરી યાદી અપડેટ કરતા રહેવાની સુચના છે તેમજ વર્ગ ૧ વર્ગ ૨ વર્ગ અને ૩ ના અમુક કર્મચારીઓ અધીકારીઓ જે સ્વકેન્દ્રી ફરજ બજાવે છે તેમાંય જે પાણી વિજળી રોડ સ્વચ્છતા આરોગ્ય શિક્ષણ પુરવઠા બાંધકામ ટેક્સ આગ વગેરે દુર્ઘટના જુદા જુદા દાખલા જેવા પબ્લીકને સીધા સ્પર્શતા સેવાના વિભાગો છે તે વિભાગો ઉપર કેમેરા ફરી રહ્યા છે તેમાં સ્થાનીક સ્વરાજ્ય પુરવઠા વિજવિભાગ પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ વગેરે ઉપર વધુ તવાઇ ઉતરે તેવી શક્યતાઓ વચ્ચે પણ અમુક બીજા વિભાગોની જેમજ હાલારને લાગુ પડતા PGVCL માં સુધારો નહી હોવાની આકરી ટીકા થઇ રહી છે માટે જ સરકાર પણ હવે માસ (સામુહિક)ને લગત બાબતોએ વધુ એક્શન મોડમાં આવી ગઇ છે મહત્વની વાત એ છે કે જંગી બજેટ ફાળવવા છતા પબ્લીક સર્વિસ ના સ્તર સુધરતા નથી તેવા વિભાગો ઉપર તો કેન્દ્રીય બજેટ પછી તવાઇ છે તેમજ ગુજરાત વિધાનસભા સત્ર સુધીમા પગલા લેવાની શરૂઆત કરવી પડે તેમ હોઇ ઉચ્ચ કક્ષાના વર્તુળોએ આકરા પગલામાં ફરજીયાત નિવૃતિ પણ તોળાઇ રહ્યાની બાબતને સમર્થન આપ્યુ છે

૨૦૦૫ના ઓક્ટોબર થી સમગ્ર ભારતમાં અમલમાં આવેલ રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ લાગુ થયો તે પહેલાથી જ આવા કાયદાની શક્યતા અંગે અહેવાલ લખનાર આ સમાચારનુ સંકલનકર્તાનો અનુભવ ઘણી કચેરીના ચોક્કસ તત્વોને ધ્યાને નહી હોય પણ પુરતો સ્ટાફ ન હોય તે બહાનુ તો જરાય ન જ ચાલે કેમકે પોલીસ એમ કહે તો કે કાયદા છે પણ સ્ટાફ નતયી તો ગુનોનહી નોંધીએ અથવા દોડી નહી જઇએ ન્યાયાલયો કહે તો કે સ્ટાફ નથી અદાલતો નહી ચાલે …….વગેરે

આરટીઆઇ એક્ટ હેઠળ ત્રાહીત પક્ષકારની માહિતી લગત ને પુછીને આપવી હવે આ જ માહિતી જુદી રીતે પુછીએ તો માહિતી મળી જાય છે અથવા પ્રથમ અપીલમાં મોટાભાગે માહિતી ઘણી ખરી મળે છે પણ મુળ માહિતી અધીકારી કે ચબરાક કે બીજાના કિસ્સા જોઇને કહેવાતા જાણકાર અધુરીયા જ્ઞાન વાળા એવુ વલણ રાખે છે કે જો અરજદાર થાકી ને વિષય પડતો મુકી દે તો સારૂ બીજુ અમુક માહિતી તો અપીલમાં પણ નથી મળતી કાં તો અરજી પણ નથી જડતી વગેરે ખેલ પણ વિજવિભાગમાં પડે છે

જ્યારે લાઇન બાયફરગેશન ટ્રાન્સફોર્મર નવા લગાવવા કે વિજપોલ નવા નાંખવા વાયર બદલવા વગેરે કામગીરી થાય તે તો જાહેર બાબત છે જો તંત્ર પુરતા વીજ દર લેતુ હોય તો ખર્ચ લોકોને બતાવવુ ફરજીયાત છે ઉલટુ કામગીરી સ્થળે જ બોર્ડ મુકવા જોઇએ ને?? ઉપરાંત જેમ અગાઉ કહેવાયુ છે તેમ કરોડોની વીજચોરી પકડવા ખર્ચાઓ લાખોમા સામે રીકવરી પણ માત્ર લાખોમાં થાય છે હવે આ બાબત ખુલ્લી ન પડે માટે વિજ વસુલાત અંગે પેન્ડીંગ રીકવરીના આકડા છુપાવાય છે એટલુ નહી મોટા બાકીદારોના નામ કોર્પોરેશન હોર્ડીંગ લગાવી લખતુ હતુ પણ વિજ વિભાગ બાકીદારોના નામને ત્રાહિત પક્ષકારની વિગત ગણે છે અરે સાહેબો આ જાહેર વસુલાત છે તમારે આ બાકીદારોના નામ નોટીસબોર્ડ ઉપર નિયમ મુજબ લગાવવાના હોય છે તેમજ બિનજરૂરી રીતે ટ્રાન્સફોર્મર લાઇન પોલ લગાવ્યા હોય અને જરૂર હોય ત્યાના પ્રશ્ર્નોલટકતા રાખો છે તે વિસંવાદીતતા બહાર ન આવે માટે જ માહિતી છુપાવો છો ને??

વિજ વિભાગોના સાહેબોને માલુમ થાય કે કર્પોરેશનની ટીપીઓ કે ટેક્સ શાખાના વસુલાત બાકીદારોના કે ચેક રીટર્ન થયાના આસામીઓના નામ છુપાવતા નથી રેવન્યુ રીકવરીના કેમા કે આકાર દર કે દંડ બાકી હોય તેમના નામ કે વેચાણવેરા ના બાકીદારોનાનામ કે બેંક રીકવરી ના ખાતેદારોના નામ છુપાવાતા નથી અને હા તમારા લાઇનમેન કે બીજા સ્ટાફ લાઇટ કનેક્શન કાપવા જાય છે તો તેઓની પાસે કોમ્પ્યુટરાઇઝડ લીસ્ટ બાકીદારોના હોય જ છે આ તો કોઇ તેમને ભોળવીને સચોડા કાગળો ઝેરોક્ષ કરાવી લે તો??તમે નિયમ બતાવતા રહો ને લીસ્ટ તો જાહેર થઇ જાય અરે તમે કોઇ ઘર દુકાન કારખાના ઓફીસ ની લાઇટ કાપી નાખો બાકી રકમના બદલામાં તો આખી સોસાયટી માં બજારમા દરેક ઓફીસોમાં બધે જ ખબર તો પડી ગઇ આ તો ઠીક પણ વિજ વિભાગની દરેક કામગીરી જગજાહેર છે માટે ક્યાં ટ્રાન્સફોર્મરો નવા નાંખ્યા ક્યા જુના નાખ્યા ક્યા લોડ વધ્યો તો ય દાદ ન દીધી ને ક્યા બેકઅપમાં વધુ નાંખ્યા ક્યા ડબલ લાઇન આપી ને ક્યા એક લાઇન પણ નથી આવી ક્યા અર્થીંગના કામ તમે કોન્ટ્રાક્ટ આપેલ તેને ન કર્યા અને ક્યા ફ્યુઝ પેટી સહિત નવો માલ ઉધારી ક્યા જુના માલ નાંખ્યા ક્યા તાર શું કામ લટકે છે ને ક્યાં કવર્ડ અને નવા વાયરની લાઇન છે?? ક્યા બાકી લેણા વસુલાય છે ક્યા જવાનુ નામ પણ નથી લેતા?? કોક આગેવાન ખખડાવે તો વીલા મોઢે પાછા ફરો છો ક્યા ક્યા વિજચોરીની બાકી વસુલાત છતા બીજા નામે વિજ જોડાણ લઇ લેવાની સલાહ તમે જ દો છો ને પાછા કનેક્શન આપી પણ દો છો તમે પુરા દર લઇ વીજળી આપો છો તે ગ્રાહક છે ને ગ્રાહકોના અધીકાર છે બધુ જ જાણવાની હા તમારી ફેમીલી મેટર ન પુછાય RTI માં કે કચેરીમા તમારા કોણ વહાલા કોણ દવલા ??એ ન પુછાય પણ જે મટીરીયલ વાપરો છો તેની ગુણવતા તો પુછાય ને?? બાકીદારોનુ લીસ્ટ તો મંગાય જ ને ??વિજ કાપ નુ આખા મહિનાનુ પત્રક તો મંગાય જ ને?? કાપ નુ કારણ પુછાય જ ને?? આ તો કોક ની તરફદારી કે થાભણ ભાણા ખુલ્લા પડે એટલે માહિતી છુપાવો છો?? પબ્લીકને ખબર કેમ પડશે કે લાઇનમાં ઉભી નિયમીત વિજગ્રાહક પૈસા ભરે છે વિજબીલના(ટેકનોલોજી તો હવે આપી તે પણ ચાલીસ ટકાને તે સગવડતા નથી-વડીલોને તો નાણા ભર્યાની પહોંચ હાથમા હોયવતો જ સંતોષ થાય છે હજુ ય) તેમને ખવર ડી જાય કે આપણે હડીયુ કાઢીએ છ બીલ આવ્યા ભેગા નાનબા ભરવાની ને ભરાય છે તેટલા કે સીતેર એંસી કે પચાસ ટકા રકમ તો વીસટકા જેટલા તેમજ બીજા હેવી લોડ વપરાશ વાળા અમુક ટ્રાન્સફોર્મરો પોલ લાઇન બધુ ચોરાઉ નાખી કરોડોની વિજચોરી કરે છે તે તો ખબરેય નથી હોતી ને??કાં ત્યા જઇ શકતા નથી ને સ્ટેટ વિજીલન્સને નામ આપી દો છો કે અમારાથી ત્યા જવાય તેમ નથી અરે તમારા ચીફ એન્જીનિયર પત્ર લખે છે નેતાઓને કે જંગી બાકી વસુલાત કરવા કે વિજચોરી પકડવા અમોને સાથ આપો તો તેમની પાસે પણ લીસ્ટ હોય છે અને કોપીના પૈસા ભરી નકલ આપવાનો સરકારનો નિયમ છે તેનો અમલ બીજા સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં થાય છે ને વિજવિભાગના એકલ દોકલ માહિતી આપવાની ના પાડે છે કાં છતા થઇ જાય ઇ સાહેબો ને બાકીદારો એટલે જ ને??અરે ટીપીઓમા જાવ અનઅધીકૃત બાંધકામ તો ઠીક ઓટલા ગેરકાયદે હોયવતો તેની ય યાદી આપશે બાકી વસુલાતના નામ આપશે એતો ઠીક નવા લે આઉટની અરજીઓ ક્યા ક્યા નામની છે તે ય નામ આપશે નકલના પૈસા લેશે પણ આપશે જ તો તમે તો સીધા જ ગ્રાહક સેવા નો વિભાગ છોવ તો ગ્રાહકોથી છુપાવો છો??અને આઠ દસ હજાર વસુલવા નબળા હોય ત્યા શુરા ને પડકાર ફેંકેચત્યા શીયાવીયાં થાવ છો એટલે માહીતી છુપાવો છો ને??

 

જામનગરના ગ્રાહક મંડળના હોદેદાર કિશોરભાઇ મજીઠીયા એ આરટીઆઇ એક્ટ હેઠળ માહિતી માંગી જેમાં ટ્રાન્સફોર્મરો ના ઇન્સટોલેશન વિજ જોડાણ ની બાકી વસુલાતની સેન્ટ્રલઝોન હેઠળના વિસ્તારોની માહિતી માંગી હતી તે ન અપાઇ એ તો ઠીક પ્રથમ અપીલમા પણ કઇ જવાબ ન આવ્યો તમે એવુ કહી શક્યા હોત કે નિયત રકમ ભરી વિજચોરી જ્યા થઇ હોય ત્યા વિજકનેક્શન ફરી આપ્યા તે લીસ્ટ આ છે પણ નહી આપતા શું કામ કે વીજચોરી નો કેસ જેના નામે થયો હોય તે બાયપાસ થઇ બીજાના નામે વિજ જોડાણ આપો છો માટે વિજચોરી કરનાર ને તો નિરાંત થઇ ગઇ ને?? એ બધુ ખુલ્લુ પડે એટલે માહિતી નથી આપતા ને??વિજચોરીના વિજ પોલીસ મથકે ગુના ન નોંધાય તે રીતે વિજચોરી બુક કરવાબા પણ રસ્તા તમે જ દેખાડો છો ને?? વિજ વિજીલન્સ આવી ને તમારા જ વિસ્તારની વિજચોરીના કિસ્સા પકડે તો શરમાતા નથી ને ઉપરથી તે વિજચોરીના રકમના કે બાકી વિજબીલ રકમ વગેરેની યાદી પણ અરજદારથી છુપાવો છો?? આવુ કરવામાં કોક દિવસ જ ગાજ પડશે તો??શું કરશો??RTI એક્ટમા સરહદી સુરછા સેના સંવેદનશીલ મુદા જાતિવાદ કે કોમવાદ ભડકે સરકારની કોઇ ખાનગી કામગીરી કે દેશની ટોચની એજન્સી તપાસ પુર્ણ થાય ત્યા સુધી ચોક્કસ માહિતી છુપાવી શકે છે તે યોગ્ય પણ છે પરંતુ ઇન્કમ ટેક્સ માહિતી છુપાવતુ નથી વિજરીકવરીની રકમના આંકડા છુપાવનાર જાતે તો ક્યાંક ના ડીફોલ્ટર નહી હોય ને?? વિચાર તો બધા જ આવે ને કહેવાનુ પણ ઘણુ છે પણ એટલુ સમજો કે દરેક અરજદાર વિષય પડતો મુકી દે તેવા નથી હોતા .

હવે બીજી વાત…..
@_____વિજવિભાગના ચબરાકો કહે છે કે અત્યાર સુધી તો બધુ જ સમુનમુ ચાલ્યુ પરંતુ હવે અમુક કિસ્સામા ખાતાકીય તપાસ વધશે સરકારના સચીવો ખાસ વેંતમાં છે કે જુનુ જી ઇબી કરીને છોડે તે પહેલા વિજવિભાગના અમુક ઉપર તવાઇ બોલાવો કેમકે અમુક તત્વો ખાનગી કંપનીઓ માટે
રસ્તો ખુલો કરે છે ગુજરાતના જ અમુક શહેરમાં વિજળી અમુક ખાનગી કંપની પુરી પાડે છે ત્યા લાઇટ જતી જ નથી??નહિતો એ પણ પાવર તો ઉર્જા વિભાગનો નિયમપણ ઉર્જા વિભાગના પાળે છે એ પણ ગુજરાતમાં જ છે ખરેખર મુદો એ છે પીજીવીસીએલ જેવી પાંચે ય કંપનીમાં ક્લોઝ મોનીટરીંગ નથી સરકારી ઇજારાશાહી ચાલે છે

નહિતર પાણી બાદની અતિ આવશ્યક સેવા વિજ ની છે પરંતુ તે પણ હવે ખખડી ગઇ છે જી ઇબી માથી પીજીવીસીએલ ડીજીવીસીએલ એસજીવીસીએલ વગેરે પાંચ કંપનીઓ બનીવત્યારે આશા હતી કે વિજ ક્ષેત્ર સુધરશે ને અમુક વરસ ચાલ્યુ પણ સારૂ પણ હમણા હમણાં થી અઢીબત્રણ વરસથી તો વિજફોલ્ટ વિજકાપ અસહ્ય બન્યાનુ જણાવી આ સંપુર્ણ વિગતોના અંશો જણાવતી વખતે નિષ્ણાંતો અને સમીક્ષકોએ સાચા ગ્રાહકો ના તેમજ સરકાર તેમજ ડીપાર્ટમેન્ટ ના હિતમા ગંભીર ચિંતા વ્યક્ત કરી અંદરની અનેક સ્ફોટક વિગતો દાખલા દલીલ ને ઉદાહરણો સાથે જણાવી છે જે બહાર આવતા દોડધામ મચે તેમ છે અને હાલ માત્ર સાત ખાતાકીય તપાસ જે જેવી તેવી થાય છે તેના બદલે બીજી સંવેદનશીલ બાબતો ગઠબંધન ની બાબતો જો બહાર આવે તો બદલીઓ થાય પ્રમોશન અટકે ગ્રેડ પે રૂંધાય સર્વિસબુકમા નોંધ થાય તેવી ગંભીર તપાસ ની યાદી થાય તેમ છે એકંદર ખાતાકીય તપાસ ના સમગ્ર સર્કલ હેઠળ ખરેખર હાલ નવા ૩૮ કેસ ના કિસ્સા ઉમેરાય શકે તેમ હોવાનુ સુત્રો એ બિનસતાવાર રીતે જણાવ્યુ છે જો કે દાખલા બેસાડવા માટે રાજકોટ વડોદરા કે ગાંધીનગર થી જો ફરિયાદો અને RTI ના અભ્યાસ કરી જાતે પહેલ કરાય તો ઘણાના તપેલા ચડે તેમ છે??? પણ કરે કોણ??? વખતો વખત બને છે તેમ કોઇના ફોન કરાવાય છે તેવુ જ થાય પરંતુ આ વખતની સરકાર કઇક કરી છુટવાના મુડમા હોઇ જો ખરેખર આ બિનસતાવાર હાલ જે માહિતી ચર્ચાય છે તે ગેરરિતીના ગંભીર કિસ્સાના લગત ૩૮ કર્મચારી અને અધીકારી ને લગત અને માહિતી છુપાવાય છે તેના સ્ફોટક કારણો છે તે મુદાસર ફરિયાદ જો ઉચ્ચ કક્ષાએ કરાય તોપગલા લેવાશે તે નક્કી છે માટે જાગૃત નાગરીકો RTI કરી બાદમા તે RTI મુજબ ની વિગતો મેળવવા કસરત કરે…..હવે કસરત નો યુગ છે કેમકે કાયદા મુજબ તરત જ માહિતી પુરી પાડવાને બદલે તે ન આપવી પડે તેના રસ્તા કાઢવામા આવે છે માટે પ્રથમ ફરિયાદ કરતી પુરાવા સાથેની અરજી નિયત સ્ટેમ્પ લગાવી કરવી બાદમા તે અરજી સંદર્ભે માહિતી માંગવી તે પ્રક્રિયા પણ અરજદારોની મહેનત બદલ રંગ લાવી શકે છે તેમ પણ અમુક કાયદા નિષ્ણાંતો નો અભિપ્રાય છે તેમજ માહિતી આપી શકાય નહી તે અંગેની કલમો આ કાયદાના પુસ્તકના પેજની ઝેરોક્ષ કાયદા નિષ્ણાંતની ટીપ્પણી તેમજ સરકારી પરીપત્રો વગેરે જણાવો અરજદારને તો સંતોષ થાય પણ એ અંગત બાબત હોય તો જ લાગુ પડે છે બાકી લેણા તો જગ જાહેર છે ને?? વિજ વિભાગને એ ખબર હશે કે વરલીના આંકડા લેતા ય કોઇ પકડાય તો પોલીસ વિભાગ આરોપીઓના આખા નામ સરનામાં આપે છે એ તો એમ નથી કેતા કે ત્રાહીત વ્યક્તિ છે અદાલત સજા કરે ત્યારેય આખા નામ આપે છે એમ નથી કેતા કે ત્રાહિત વ્યક્તિ છે પોલીસ વિભાગવતો કહી શકે કે જ્યા સુધી તકસીરવાર ન ઠરે ત્યા સુધી ગુનેગાર ન ગણાય માટે નામ નહી આપીએ ત્યારે વિજ રીકવરી નુ લીસ્ટ જાહેર ન થાય તો તે પ્રમાણીક ગ્રાહકો માટે અન્યાય છે અને વિજ જોડાણ ધરાવનાર ગ્રાહક છે તો એક લીમીટ નક્કી કરોને કે દસ હજારથી વધુવરકમના બાકીદારો આ છે(નામ અને સરનામુ)તેવુ પણ થઇ શકે પણ તમે વસુલાતમાં નબળા છો તે ખુલ્લુ પડી ન જાય માટે માહિતી ન છુપાવાય હોં…..!!કેમકે રેકર્ડ ઉપરની માહિતીની નકલ ખાસ કરીને બાકી વસુલાતના કિસ્સામાં આપવામાં કંઇ બાધ આવવો જ ન જોઇએ તેમ નિષ્ણાંતો કહે છે

@લાસ્ટ પંચ…..

વિજવિભાગના અંદરના સુત્રો કહે છે કે માલ મટીરીયલ ગુણવતા વિજચોરી ઘણુ છુપાવવુ વગેરે સાથે ક્યાક લાઇનોના ઠેકાણા નહી ને વિજપોલ ઉપર ગુંચળા હોય તે રીપેર કરવા ચડતા લાઇનમેન ઉપર જોખમ કેટલુ??એ સ્ટાફની સલામતી શું?? સલામતીના નોર્મસ મુજબના સાધન ડ્રેસ અપાય છે??વળી થાભલે ખુલા ફ્યુઝ વિજ લાઇન કઇ ક્યા જાય છે તે નકી ન થાય તેમા લાઇનમેન રીપેરીંગ માટે હાથ નાખે છે બોલો….!! કાગળ ઉપર તો અમુક ઇજનેરે આવા સ્થળોએ નવા વિજવાયર ફ્યુઝ પેનલ બોક્સ વગેરે નવા નાખી દીધા હોય તેવુય બને તેમ આંતરીક રીતે દબાયેલા સુત્રોનો બળાપો છે અને ઉમેરે છે કે કાયદા નિયમ જોગવાઇઓ તેમ કચેરી શીસ્ત નિતિમતા શાલીનતા નૈતિકતા મર્યાદા વગેરે નેવે મુકનાર અમુક ચબરાકો કે પેધી ગયેલ કે જો ગજવા ભરતા હોય તેમજ ચેનલ ચલાવતા હોય ગેરરીતીઓની તેવા જે હોય તેવા ઉપર એક્શન ના કરંટની તાતી જરૂર છે આવી ઘણી બાબતો જાગૃત આગેવાન અને લોકો માટે ઝંડો ઉપાડી દોડતા ગ્રાહક મંડળના કિશોરભાઇ મજીઠીયાને અમુક જાણકારો ખાનગીમાં જણાવતા રહેતા હોવાનુ પણ જાણવા મળ્યુ છે
@________________

BGBhogayata

b.sc.,ll.b.,dny(GAU),journalism (hindi)ind.rela.& personnel mang.(dr.r.prasad uni.)

gov.accre.Journalist

jmr

8758659878

[email protected]

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button