તા.૨૭.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી તાલુકાના ચમારિયા ગામનું ગૌરવ વધારવા બદલ ડૉ. શ્રીરાજ મકવાણાને ખૂબ ખૂબ અભિનંદન
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ એકલવ્ય – નવોદય તાલીમ વર્ગ કાર્યરત છે. સંજેલી તાલુકામાં આવેલ ચમારિયા ગામના વતની જસવંતસિંહ મકવાણાના પુત્ર ડૉ . શ્રીરાજ મકવાણા MBBS પૂર્ણ કરતા ડોક્ટરની ડિગ્રી એનાયત કરવામાં આવેલ છે ત્યારે આ ખુશીઓની પળ સમસ્ત સમાજનું અને ગામનું ગૌરવ વધાર્યું છે ત્યારે જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ એકલવ્ય નવોદય તાલીમ વર્ગના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા, રાજુભાઈ મકવાણા, સંગાડા અશ્વિનભાઈ એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે સાથે સાથે ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલી તરફથી દિલથી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.