GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

ડો.આંબેડકર નિત્ય વંદનીય છે-રાજુ ધ્રુવ

 

જામનગર city BJP નું આયોજન

બંધારણ નિર્માણ દ્વારા સ્વરાજકીય શાસન વ્યવસ્થા નાં પાયાની ઈંટ મુકનાર ભારતીય લોકતંત્ર ના મંત્રદ્રષ્ટા બાબાસાહેબ આંબેડકર દેશ ના સદૈવ સાર્વત્રિક પૂજનીય મહાપુરુષ : રાજુભાઈ ધ્રુવ

-પ્રદેશ ભાજપ આયોજિત સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત જામનગર શહેર ભાજપ દ્વારા યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલનને રાજુભાઇ ધ્રુવે કર્યું સંબોધન
-બાબાસાહેબ આંબેડકર નાં જીવનમંત્ર સામાજિક સમરસતા સાથે દેશનાં સર્વાંગીણ વિકાસ ના વિચારબીજ ને વટવૃક્ષ બનાવનાર બંધારણ-લોકતાંત્રિક મૂલ્યો ના પ્રખર ઉપાસક નરેન્દ્રભાઈ મોદી બાબાસાહેબ ના અધૂરા કાર્યો પુરા કરી સર્વોત્તમ અંજલિ આપી રહ્યા છે:રાજુભાઇ ધ્રુવ
– બાબાસાહેબ ને જીવન દરમિયાન અને હયાતી બાદ પણ હળાહળ અન્યાય કરનાર ,ભારતરત્ન ન આપનાર કોંગ્રેસ બંધારણ ના નામે મગર ના આંસુ સારે છે :રાજુભાઇ ધ્રુવ ચૂંટાયેલી વિપક્ષી રાજ્ય સરકારો ને દૂર કરવા ૮૮ વાર રાષ્ટ્રપતિ શાસન નાખનાર ,દેશ માં કટોકટી નાખી લોકશાહી ને જેલ માં પુરનાર કોંગ્રેસ-નહેરુગાંધી પરિવાર ને બંધારણ બચાવવા ની વાત કરવા નો કોઈ નૈતિક અધિકાર નથી:રાજુભાઇ ધ્રુવ

રાજકોટ

ભારતીય જનતા પક્ષ દ્વારા ચાલી રહેલા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત જામનગરમાં યોજાયેલા પ્રબુધ્ધ નાગરિક સંમેલનમાં બોલતા ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે આપણા બંધારણનું મહત્વ અને તેની વિશેષતા જણાવી હતી. તેમણે કહ્યું હતું કે,વિશ્વ ના મોટાભાગ ના લોકતાંત્રિક દેશો કરતા આપણુ બંધારણ શ્રેષ્ઠ છે અને દેશના દરેક નાગરિકે આ બંધારણને અનુસરી રાષ્ટ્ર સમર્પિત જીવન જીવવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, આપણા બંધારણે લોકોને અનેક મૂળભૂત અધિકારો આપી નાગરિક જીવન ને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવ્યું છે.

જામનગરમાં ભાજપના કાર્યાલય પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે યોજાયેલા આ સંમેલનમાં રાજુભાઈ ધ્રુવ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનાં પ્રારંભે શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા દ્વારા પ્રાસંગિક ઉદબોધન અને સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. શહેર મહામંત્રી તથા કાર્યક્રમના ઇન્ચાર્જ વિજયસિંહ જેઠવા દ્વારા મુખ્ય વક્તા રાજુભાઈ ધ્રુવ નું સ્વાગત અભિવાદન કરવામાં આવેલ હતું.

રાજુભાઈ ધ્રુવે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આપણા બંધારણની રચના અને રાષ્ટ્રાર્પણ ને ૭૫ વર્ષ પુરા થઇ રહ્યા હોઈ ભાજપ દ્વારા તેની ઉજવણી કરવામાં આવી રહી છે અને તેના ભાગ રૂપે પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવી રહ્યા છે. ભારત નું બંધારણ શ્રેષ્ઠ અને પૂર્ણ બંધારણ છે. ભારતીય બંધારણ એ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે, જેમાં ૨૨ ભાગો, ૩૯૫ કલમો અને ૮ અનુસૂચિઓનો સમાવેશ થાય છે. આ બંધારણે ભારતને લોકતાંત્રિક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કર્યું, એ સુનિશ્ચિત કર્યું કે સત્તા લોકો અને તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે રહે. આ કારણોસર જ ભારતમાં લોકશાહી મજબૂત અને અડીખમ છે.

તેમણે કહ્યું હતું કે, બંધારણ નાગરિકોને સમાનતા, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શોષણ સામે રક્ષણ સહિતના મૂળભૂત અધિકારોની બાંયધરી આપે છે, બંધારણનો ઉદ્દેશ્ય અસ્પૃશ્યતાને નાબૂદ કરીને, ભેદભાવ પર પ્રતિબંધ મૂકીને અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે અનામત આપીને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવાનો છે, ભારતનું બંધારણ બિનસાંપ્રદાયિકતાને સમાવિષ્ટ કરે છે, તે સુનિશ્ચિત કરે છે કે રાજ્ય કોઈ ચોક્કસ ધર્મની તરફેણ કરતું નથી અને વ્યક્તિઓની તેમની આસ્થાનું પાલન કરવાની સ્વતંત્રતાનું રક્ષણ કરે છે,

બંધારણ એક સંઘીય માળખું સ્થાપિત કરે છે, કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચે સત્તાનું વિભાજન કરે છે, વિકેન્દ્રીકરણ અને પ્રાદેશિક સ્વાયત્તતાને પ્રોત્સાહન આપે છે,સ્વતંત્ર ન્યાયતંત્ર: બંધારણ સ્વતંત્ર ન્યાયતંત્રની ખાતરી આપે છે, જે બંધારણના રક્ષક અને વ્યક્તિગત અધિકારોના રક્ષક તરીકે સેવા આપે છે, બંધારણ એક લવચીક સુધારા પ્રક્રિયા પ્રદાન કરે છે, જે તેને બદલાતી સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિઓમાં અનુકૂલન કરવાની મંજૂરી આપે છે, બંધારણમાં ભારતીય લોકોની વિવિધતા અને આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરતા તેને વધુ સમાવિષ્ટ અને પ્રતિનિધિ બનાવવા માટે ઘણા સુધારા કરવામાં આવ્યા છે,

રાજુભાઈએ વધુમાં કહ્યું હતું કે, ભારતીય બંધારણે ખાસ કરીને આફ્રિકા અને એશિયામાં ઘણા દેશો માટે એક રોલ મોડેલ તરીકે સેવા આપી છે અને તેને લોકશાહી અને બંધારણીય શાસન ની દીવાદાંડી તરીકે વ્યાપકપણે ગણવામાં આવે છે. શ્રી ધ્રુવે એ બંધારણ ની વિશેષતા અને ગૌરવ અનુભવી શકીયે તેવી બાબતો જણાવવાની સાથે કોંગ્રેસની માનસિકતા અંગે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, શ્રીમાન રાહુલ ગાંધી જેઓ સંસદ માં સંવિધાન ના હનન ની વાતો કરતા હોય છે, તેઓ એ સંવિધાન પૂરું વાંચ્યું સુદ્ધા નહીં હોય? . કોંગ્રેસ ના નેતા શ્રીમાન રાહુલ ગાંધી સતત સંવિધાન મુદ્દે ટિપ્પણી કરતા જોવા મળે છે, અને ભ્રામક વાતો રજુ કરી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી એ દેશ અને સંવિધાન માટે કાળા કલંક સમાન ઇમરજન્સી જાહેર કરી સંવિધાન-બંધારણનું અપમાન કરેલ.શ્રી ધ્રુવે સંવિધાન ને રાષ્ટ્ર માટે ગૌરવવંતુ ગણાવવા ની સાથે સાથે સંવિધાન ના રચયિતા બાબાસાહેબ આંબેડકરજી ના જીવન મૂલ્યો સિદ્ધાંતો અને રાષ્ટ્ર માટે ના સમર્પણ વિષે પણ વિસ્તૃત વર્ણવ્યું હતુ. આપાતકાલ-કટોકટી દરમિયાન કોંગ્રેસી સરકારે નંદરિકો ના મૂળભૂત અધિકારો સ્થગિત કર્યા ,રાજકીય વિરોધીઓ ને જેલ માં પૂર્યા અને પ્રેસ તમામ પ્રસાર માધ્યમો ઉપર સેન્સરશીપ નાખી દેશ ના આત્મા ને બંધારણીય મૂલ્યો સાથે લોકશાહી ને જાણે કારાવાસ જેલ માં પુરી દીધી.સરકારી તંત્ર નો વ્યાપક પ્રમાણમાં દુરુપયોગ કરવામાં આવ્યો.૧૯૭૫થી ૧૯૭૭ સુધી લોકશાહી અને બંધારણીય શાસન ને નષ્ટ કરવા માં આવ્યું જે ભારત ના લોકશાહી ઇતિહાસ ના કાળા કલંકિત પ્રકરણ તરીકે ઓળખાયું.
આજે કોંગ્રેસી નેતાઓ બંધારણ બચાવવા ની જૂઠી અને ભ્રામક વાતો કરે છે પરંતુ તેઓ એ ભુલી જાય છે કે કોંગ્રેસ દ્વારા વારંવાર કલમ ૩૫૬ નો દુરુપયોગ કરી વિરોધપક્ષ શાસિત અનેક રાજ્ય સરકારો ને બરતરફ કરવા માં આવી અને ૮૮ વાર રાષ્ટ્રપતિ શાસન લાદવા માં આવ્યું જેનાથી રાજ્યો ની સંઘીય રચના અને સ્વાયત્તતા નું ઉલ્લંઘન થયું લોકશાહી મૂલ્યો ને નુકસાન થયું.કોંગ્રેસ ની આગેવાની હેઠળ ની સરકારો માં સરમુખત્યારશાહી વલણો ને પ્રોત્સાહન મળ્યું.
તેમણે અંતમાં કહ્યું હતું કે, ભારત જો આજે વિશ્વસ્તરે મજબૂત બની ઉભી રહ્યું છે, તેનુ કારણ છે, આપણું મજબૂત બંધારણ. જો ભારત નું બંધારણ એટલું મજબૂત ના હોત તો આપણા દેશ ની હાલત પણ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, બ્રહ્મદેશ જેવી થઇ ગઈ હોત. . આથી દેશ ના દરેક નાગરિકે સંવિધાન ને સમર્પિત રહી હંમેશા ગર્વ સાથે જીવન વ્યતીત કરવું જોઈએ.

આ પ્રબુધ્ધ નાગરિક સંમેલનમાં જામનગર મહાનગર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી,શ્રીમતી રિવાબા જાડેજા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, સ્ટે કમિટી ચેરમેન નિલેશ કગથરા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, સાસક પક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, જામનગર વેપારી મહામંડળ ના પ્રમુખ સુરેશભાઈ તન્ના,પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ,પૂર્વ કેન્દ્રીય આયોગ અધ્યક્ષ મનહરભાઈ ,મીડિયાસેલ ના ભાર્ગવ ઠાકર સહીત મોરચા અધ્યક્ષ, વોર્ડ પ્રભારીઓ, કોર્પોરેટરશ્રીઓ, કાર્યકર્તાઓ પ્રબુદ્ધ નાગરિકો, શહેરના વિવિધ સંસ્થા ના હોદ્દેદાર શ્રીઓ કાર્યકર્તા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ નું સફળ સંચાલન શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા એ કર્યું હતું.

___________________

—-regards

bharat g.bhogayata

Journalist ( gov.accre.)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

 

Back to top button
error: Content is protected !!