અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ”:મેઘરજ શ્રીજી બાપા નર્સિંગ કોલેજ ખાતે યોગ દિવસની ઉજવણી
11મા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે મેઘરજ શ્રીજી બાપા નર્સિંગ કોલેજ ખાતે ભિલોડા અને મેઘરજના લોકપ્રિય ધારાસભ્ય પી.સી.બરડાના વિશેષ ઉપસ્થિતિમાં યોગદિવસની ઉજવણી કરી હતી જેમાં નર્સિંગ કોલજેનાં વિધાર્થીઓ એ વિવિધ આસાનો તેમજ વિવિધ યોગા કરવામાં આવ્યા હતા અને શરીના તંદુરસ્ત માટે યોગ કેટલાય ઉપયોગી છે તેનું મહત્વ સમજવામાં આવ્યું હતું
આ પ્રસંગે મેઘરજ સંગઠન પ્રમુખ અનિલભાઈ પંચાલ, મહામંત્રી સંજયભાઈ ચૌધરી, પૂર્વ મહામંત્રી મહેશભાઈ ઉપાધ્યાય, તાલુકા સદસ્ય ચીમનભાઈ, શ્રીજી બાપા નર્સિંગ કોલેજના ટ્રસ્ટી મહેશભાઈ પટેલ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ , શિક્ષક મિત્રો, ઉપસ્થિત રહ્યા હતા.