અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખાના એસ.ઓની બદલીનો મામલો રાજકારણીયો એસ.ઓની બદલી મોકુફ રખાવવા દોડ ધામ ચર્ચાઓ ચારેકોર
મેઘરજ તાલુકા પંચાયતની બાંધકામ શાખામાં એસ.ઓનીબદલી કરાતાં રાજકારણ ગરમાયુ છે તેવી અનેક વિવિધ વાતો ચર્ચાઈ રહી છે એસ.ઓ ની બદલી રોકાવવા રાજકારણીયો ધમ પછાડા કરી રહ્યા છે મેઘરજ નગરમાં સીસીરોડ ના ભ્રષ્ટાચારનો મુદ્દો બહાર આવતાંતાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખાના એસ.ઓ ની બદલી કરી દેવામાં આવી હતી પરંતુ કોટ્રાકટરો અને કેટલાક રાજકારણીયો એસ.ઓની બદલી બંધ પડાવવા ધમપછાડા કરી રહ્યાછે મળતી માહીતી મુજબ બદલી થયેલ એસ.ઓ રાજકારણીયો તેમજ કોટ્રાકટરો સાથે મળીને ભ્રષ્ટાચારો કરેલ હોય જેથી એસ ઓની બદલી બંધ રખાવવા ઉચ્ચ કક્ષા સુધી ધમ પછાળા થઇ રહ્યા છે તેવી અવનવી ચર્ચાઓ જામતા મેઘરજ તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો હતો