મહેસાણા જીલ્લા લોકસભાની બેઠક ઉપર હરીભાઈ પટેલની ભવ્ય 317529 મતો થી જીત
હરીભાઈ પટેલ ને 6,58,449 મતો મળ્યા જ્યારે કોંગ્રેસના રામજી ઠાકોરને 3,40,920 મતો મળ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જીલ્લા લોકસભાની બેઠકની બાસણા કોલેજ ખાતે વહેલી સવારેથી મતગણતરી હાથ ધરવામાં avi હતી. સવાર થી સાંજ સુધી ગણતરી સમયે ઉમેદવારો માં આગળ પાછળ ની ભારે ચર્ચા ચાલી હતી. ભાજપે લોકસભાની બેઠક માટે હરીભાઈ પટેલ ની પસંદગી કરી હતી જ્યારે કોંગ્રેસ તરફથી રામજી ઠાકોર ની પસંદગી કરી હતી. જેમાં હરીભાઈ પટેલને 6,58,449 તેમજ રામજી ઠાકોર ને 3,40,920 મતો મળ્યા હતા જેમાં હરીભાઈ પટેલની 3,17,529 મતો થી જીત થઈ હતી. જીતને લઈને જીલ્લા ના સાતેય બેઠકો ઉપર કમલમ ની ઓફિસો માં સમર્થકો ની ભીડ જન્મી હતી. સ્થળો ઉપર ભારે ઉજવણી કરવામાં આવી હતી. મહેસાણા જીલ્લા ની બેઠક અગાઉ શારદાબેન પટેલ 2 લાખ 81 હજાર મતો જીત્યા હતા. જ્યારે વખતે ભાજપના વોટ બેન્ક નો વધારો જોતા હરી ભાઈ 3 લાખ 17 હજાર મતો એટલેકે એક લાખ મતો નો ગત કરતા વધારો જોવા મળ્યો હતો. હરીભાઈ પટેલ જીલ્લા પંચાયત તેમજ ગ્રામપંચાયત માં ચૂંટાયેલ અને રાજકીય ઘણો સારો અનુભવ ધરાવે છે આ વખતે જીલ્લા ના મળેલ નવા સાંસદ ને લઈને જીલ્લા નો વિકાસ થાય તેવી લોકો આશા જોઈ રહ્યા છે.