MEHSANAVIJAPUR

વિજાપુર દેવપુરા ગામે પહાડિયા વાળી મહાકાળી માતાના મંદિર ખાતે રાજપુત સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો

વિજાપુર દેવપુરા ગામે પહાડિયા વાળી મહાકાળી માતાના મંદિર ખાતે રાજપુત સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના દેવપુરા ગામે આવેલી પહાડીયા વાળી મહાકાળી મંદિર ખાતે શ્રી નવ જાગીરદાર રાઠોડ રાજપૂત સમાજ અને શ્રી નાગણેશ્વરી સંસ્કાર તીર્થ ટ્રસ્ટ દેવપુરા ( પહાડા) ના સંયુક્ત ઉપક્રમે સમાજના પ્રથમ ક્રમાંક મેળવનાર તેજસ્વી તારલાઓનો સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં સમાજના અગ્રણીઓ, યુવાનો, માતાઓ દીકરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત રહેલ તાલુકાના ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા એ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતુ. બાળકો ના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવા વાલીજનોને જણાવ્યું હતું ધારાસભ્ય સીજે ચાવડાના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમા સમાજના અગ્રણીઓ યુવાનો, સમાજના વડીલો, વાલીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટી મંડળ દ્વારા કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ.

Back to top button
error: Content is protected !!