JUNAGADHJUNAGADH CITY / TALUKO

લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે જૂનાગઢ તાલુકા(શહેર) સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે જૂનાગઢ તાલુકા(શહેર) સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં જૂનાગઢ તાલુકા(શહેર) માટે તા.૨૭/૧૨/૨૦૨૩ના  સવારે ૧૧ કલાકે મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કચેરી, તાલુકા સેવા સદન સરદારબાગ, જૂનાગઢ ખાતે યોજાનાર કાર્યક્રમ માટે જૂનાગઢ તાલુકા શહેર કક્ષાના પ્રશ્નો/ફરિયાદો તા.૧૦/૧૨/૨૦૨૩ સુધીમાં તાલુકા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ, જૂનાગઢની કચેરી , તાલુકા સેવા સદન, જૂનાગઢ (શહેર) ને પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને વિનંતી કરવામાં આવેલ છે. અરજીના મથાળે જૂનાગઢ તાલુકા (શહેર) માટેનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે.
મુખ્યમંત્રીનો સ્વાગત ઓનલાઇન(ફરિયાદ નિવારણ) કાર્યક્રમમાં કોઇપણ અરજદારને અરજી કરતા પહેલા ગ્રામ્યકક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી, ગ્રામસેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રશ્ન અંગે લેખિતમાં રજૂઆત કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, આ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્નો ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએ, આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નના આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે અને આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે, સામુહિક રજૂઆતો નહિ થઇ શકે તે પ્રકારની અરજીઓ રજૂ થઇ શકશે તથા મુદ્દત બાદની અરજીઓ, અસ્પ્ષ્ટ રજૂઆતવાળી અરજીઓ, એક કરતા વધુ વિભાગ/કચેરીના પ્રશ્નો, સુવાચ્ય ન હોય તેવી અરજીઓ, નામ-સરનામા વગરની અરજીઓ, વ્યક્તિગત આક્ષેપોવાળી અરજીઓ, નીતિ-વિષયક પ્રશ્નો, ચાલુ સરકારી કર્મચારીના સેવા વિષાયક પ્રશ્નો, કોર્ટ મેટર, દિવાની પ્રકારની ખાનગી તકરારો, અપીલ થવાપાત્ર કેસો વાળી અરજીઓ, અરજદારને સ્વયં સ્પર્શતા ન હોય તેવા પ્રશ્નો, અરજદારે તેમની રજૂઆત અંગે સંબંધિત કચેરી/ખાતાનો એકવાર પણ સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્ન તથા અગાઉના સ્વગાત કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નો આ કાર્યક્રમમાં અરજીઓ રજૂ થઇ શકશે નહી તેમ જૂનાગઢ(શહેર) મામલતદારની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!