MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે મીનાબેન પરમારની વરણી

વિજાપુર તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે મીનાબેન પરમારની વરણી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયત ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સામાજિક ન્યાય અને અધિકારિતાના ક્ષેત્રે કાર્યને વધુ વેગ આપવા માટે પિલવાઈ તાલુકા પંચાયત સીટના સભ્ય મીનાબેન પરમારની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તેમની વરણીને પગલે તાલુકા પંચાયતના સભ્યો અને ભાજપના કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
બેઠક દરમિયાન તાલુકાના વંચિત, પછાત અને જરૂરિયાતમંદ વર્ગોના કલ્યાણ માટે સરકારની વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. નવા ચેરમેન તરીકે મીનાબેન પરમારે સમિતિની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી સમાજના દરેક વર્ગ સુધી ન્યાય અને વિકાસના લાભો પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.તાલુકા ના ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડા, ના માર્ગદર્શન હેઠળ ભાજપ પક્ષ ની સૂચના મુજબ ન્યાય સમિતિ ચેરમેન ની વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ તથા તાલુકા ભાજપ મહામંત્રી ગોવાભાઈ ચૌધરી તેમજ જીલ્લા ભાજપના મંત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ મીનાબેન પરમારને શુભેચ્છાઓ પાઠવી તેમના કાર્યકાળ દરમિયાન સમિતિ દ્વારા જનહિતના કાર્યોને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

Back to top button
error: Content is protected !!