MEHSANAVIJAPURVISNAGAR

વિસનગર નવયુગ શિશુ નિકેતન શાળા ખાતે બાળ વિજ્ઞાન સેન્ટર નું ઉદ્દઘાટન કરાયુ

વિસનગરની નવયુગ શિશુ નિકેતન કેમ્પસ ખાતે કલામ ટીચર સાયન્સ સેન્ટર અને કલામ બાળ વૈજ્ઞાનિક સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આર્યકાળથી વિજ્ઞાન આપણી સાથે જોડાયેલું છે ગુજરાતને વિજ્ઞાન,ટેકનોલોજી અને વિશ્વ સાથે જોડવાનું કામ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિસનગરની નવયુગ શિશુ નિકેતન કેમ્પસ ખાતે કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલ,આરોગ્ય,પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ,ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ,કાયદો,ન્યાયતંત્ર,વૈધાનિક અને સંસદીય બાબતો અને અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં કલામ ટીચર સાયન્સ સેન્ટર અને કલામ બાળ વૈજ્ઞાનિક સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે,વૈદિક કાળથી વિજ્ઞાન આપણી સાથે જોડાયેલું છે.વરાહમિહિર,આર્યભટ્ટ જેવા વૈજ્ઞાનિકો ભારતે વિશ્વને આપ્યા છે.જયારે ગુજરાતને વિજ્ઞાન,ટેકનોલોજી અને વિશ્વ સાથે જોડવાનું કામ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે.આ અવસરે આરોગ્ય મંત્રીએ પણ કહ્યું કે,૨૧મી સદી એ ભારતની સદી છે કેમ કે ટેકનોલોજીથી માંડીને દરેકે દરેક ક્ષેત્રે ભારત પ્રગતિ કરી રહ્યું છે.આજનો જમાનો એ સ્માર્ટ ફોન,ચેટ જીટીપી,આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સનો જમાનો છે અને તરફ ભારત સતત આગળ વધી રહ્યું છે.આ વેળાએ આરોગ્ય મંત્રીએ પણ ઉમેર્યું કે,આ પ્રકારના સાયન્સ સેન્ટર થકી બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવી શકશે અને તેમને પરિપક્વ બનાવી શકાશે.વર્ષ ૨૦૨3-૨૪નાં બજેટમાં પણ આ માટે પ્રાવધાન કરવામાં આવ્યું છે.આ અવસરે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કલામ ટીચર સાયન્સ સેન્ટર અને કલામ બાળ વૈજ્ઞાનિક સેન્ટરની મુલાકાત લઈને માહિતી મેળવીને અવગત થયા હતા. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન,તાલુકા પંચાયતના પ્રમુખ સુમિત્રાબેન, નવયુગ શિશુ નિકેતન કેમ્પસનાં પ્રમુખ મિહિર જોશી,મેનેજિંગ ટ્રસ્ટી સમીરભાઈ,ડો.ચંદ્રમૌલી જોશી,દીપકભાઈ ભટ્ટ,પ્રિન્સીપાલ વિજય પટેલ,શિક્ષકો,વિદ્યાર્થીઓ વગેરે હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!