વિજાપુર તાલુકા પંચાયત ખાતે જીલ્લા ગ્રામ વિકાસ દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત તાલીમ શિબિર યોજાઈ સાથે ડેન્ગ્યુ મા મૃત્યુ પામેલ તલાટી માટે શોક ઠરાવ પસાર કર્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયત ખાતે જીલ્લા ગ્રામ વિકાસ દ્વારા પ્રધાન મંત્રી ની આવાસ યોજના અંતર્ગત તલાટી મંડળને તાલીમ આપવામાં આવી હતી. જેની સાથે ડેન્ગ્યુ ના અસર થી મૃત્યુ પામેલ તલાટી કમ મંત્રી મૌલિક ભાઈ દરજી માટે મૌન પાળી તેમની આત્માની શાંતી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ શોક ઠરાવ પસાર કરી મૌલિક ભાઈ દરજી ના પરીવાર માટે આર્થિક મદદ રૂપ થવા માટે તલાટી મંડળે પ્રમુખ નીતિનભાઈ જોશી ની અધ્યક્ષતા મા ઠરાવ પસાર કરાયો હતો. ત્યાર બાદ પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત તાલીમ શરૂ કરવામાં આવી હતી. જેમાં આવાસ યોજના માટે એપ્લિકેશન નુ નિર્દેશન કરવામાં આવ્યું હતુ. તેમજ જરૂરી માહિતી આપી તલાટી કમ મંત્રીઓ ને અવગત કરાયા હતા. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી સપના બેન રાજપુત તેમજ તાલુકાના નાયબ વિકાસ અધિકારી તેમજ બાંધકામ શાખા ના અને હિસાબી અધિકારી સંજય ભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. તલાટી મંડળે સમગ્ર કાર્યક્રમનું નિર્દેશન નિહાળ્યું હતુ.