MORBI:મોરબીમાં જુગારની 5 રેડમા : 29 શખ્સો ઝડપાયા, રૂ.1.43 લાખ રોકડ જપ્ત




MORBI:મોરબીમાં જુગારની 5 રેડમા : 29 શખ્સો ઝડપાયા, રૂ.1.43 લાખ રોકડ જપ્ત

મોરબીમાં જુગારના 5 અડ્ડા પર પોલીસના દરોડા : 29 શખ્સો ઝડપાયા, રૂ.1.43 લાખ રોકડ જપ્ત
મોરબી: મોરબી સિટી બી ડિવિઝન પોલીસે જુગારની બદીને ડામવા હાથ ધરેલી કાર્યવાહી અંતર્ગત અલગ-અલગ સ્થળોએ પાંચ દરોડા પાડી કુલ 29 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારધારા કલમ 4 અને 5 હેઠળ પાંચ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ કાર્યવાહી દરમિયાન કુલ રૂ.1,43,650 રોકડ રકમ કબજે કરવામાં આવી હતી.
પોલીસે જુગારધારા કલમ 4 અને 5 હેઠળ પાંચ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ કાર્યવાહી દરમિયાન કુલ રૂ.1,43,650 રોકડ રકમ કબજે કરવામાં આવી હતી. એક સાથે પાંચ જુગારના કેસમાં 29 લોકો ઝડપાતા મોરબી શહેરમાં જુગાર પ્રવૃત્તિ સામે પોલીસની સતત નજર અને કાર્યવાહીનો સંદેશ સ્પષ્ટ થયો છે. ખાસ કરીને અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવતા માત્ર એક સ્થળ પૂરતી કાર્યવાહી નહીં પરંતુ જુગારની પ્રવૃત્તિના નેટવર્કને શોધવાનો પ્રયાસ હોવાનું જણાય છે. પોલીસની પેટ્રોલિંગ, વીશીપરા પોલીસ ચોકી અને સર્વેલન્સ ટીમની કામગીરીના સંકલનથી આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
મોરબી શહેર બી-ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી પાંચ અલગ-અલગ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કુલ ૨૯ શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂ.૧,૪૩,૬૫૦/-ની રોકડ રકમ કબ્જે કરવામાં આવી છે.રૂપિયાની હારજીતનો જુગાર રમતા સાહીલભાઇ મહેબુબભાઇ મોવર , સુરેશભાઇ દેવજીભાઇ પરમાર , જાવેદભાઇ ઇસુબભાઇ મોવર,હાસમભાઇ કાસમભાઇ શેખ, અનીલભાઇ જેન્તીભાઇ સારેસા , હુશેનભાઇ રફીકભાઇ કુરેશી , સાજીદભાઇ ગુલાબભાઇ સુમરા , સીરાજભાઇ યુનુશભાઇ કુરેશી , નવાજભાઈ અનવરભાઇ મોવર, નઇમભાઇ મકસુદભાઇ ખોજાણી , મહમદપરવેજભાઇ આદમભાઇ ભટ્ટી , ઇમરાનભાઇ સતારભાઇ ભાગભરા , કાસીમભાઇ યુનુશભાઇ મેમણ , ઇરફાનભાઇ ઇમ્તીયાજ બ્લોચ , અશ્વિનભાઇ કરશનભાઇ સોલંકી , અશોકભાઇ લોકચંદભાઇ ચંદાણી , ભરતભાઇ માવજીભાઇ ચૌહાણ,તદ ઉપરાંત, હિતભાઇ પટેલ, પાર્થભાઇ પટેલ , રાજભાઇ પટેલ , કરણભાઇ પટેલ , દિપભાઇ પટેલ તેમજ આરોપી અશ્વિનભાઇ પટેલ , ગૌરાંગભાઇ પટેલ , બુધ્ધેશભાઇ પટેલ , રવિકુમાર શામજીભાઇ કમાણી , વિવેકભાઇ પટેલ. પ્રફુલભાઈ પટેલ, રેનીશભાઇ કાંતીભાઇ વાછાણી રહે. રોયલ હાઇટ એપાર્ટમેન્ટ બી-૭૦૧ ઉમા ટાઉનશીપ મોરબી-૨ વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે પાંચેય રેઇડ દરમિયાન બી ડિવિઝન પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૧,૪૩,૬૫૦/-ની રોકડ કબ્જે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરીમાં પીઆઈ જે.ડી. સરવૈયા, પીએસઆઈ એમ.આર. સિંધવ, વીશીપરા પોલીસ ચોકી સ્ટાફ તથા સર્વેલન્સ સ્ટાફ જોડાયા હતા.


