વિજાપુર બિલીયા ગામના પીક બસ સ્ટેન્ડ ઉપર બસો નહિ ઊભી રાખતા ડેપો મેનેજર ને રજૂઆત કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા ના આજુબાજુ ગામના વિજાપુર વિસનગર તરફ જતી બસો બસ સ્ટેન્ડ ઉપર ઊભી નહિ રાખતા કાયમ અવર જવર કરતા મુસાફરો અને વિદ્યાર્થીઓ ને ભારે તકલીફ નો સામનો કરવો પડે છે તો કેટલીક બસો બંધ કરી દેવા મા આવી બંધ કરેલી બસો ચાલુ કરવામાં આવે અને અમુક બસો નો રૂટ લંબાવવામાં આવે તે માટે વિદ્યાર્થીઓ મુસાફરો દ્વારા બસ ડેપો મેનેજર ને લેખિતમાં અરજી આપી રજૂઆત કરાઇ હતી. આ અંગે સામાજિક આગેવાન રણજીત સિંહ ઠાકોરે જણાવ્યું હતુ કે બીલિયા ગામે આવેલ પીક અપ સ્ટેન્ડ ઉપર વિસનગર થી વિજાપુર તેમજ વિજાપુર થી વિસનગર જતી આવતી કેટલીક બસો ઊભી રાખવા મા નહિ આવતા તેમજ અમુક બસો બંધ કરી દેવામાં આવતા રોજબરોજ અવર જવર કરતા મુસાફરો અને વિદ્યાર્થીઓ ને તકલીફ ઊભી થઈ છે. જેથી બંધ થયેલ બસો ચાલુ કરવા તેમજ સ્ટેન્ડ ઉપર બસ ઉભી રાખી પેસેન્જર ને લેવા માટે ડેપો મેનેજર ને લેખીત રજુઆત કરવામાં આવી છે. ડેપો મેનેજરે રજૂઆત કરતા ની વાત સાંભળી પ્રશ્નો નો ઉકેલ લાવવા આવશે તેવો દિલાસો આપ્યો હતો.