GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana) :માળીયા મિયાણાના બેંગવાંઢ બકરા ચરાવવા મુદ્દે યુવકને માર માર્યો

 

MALIYA (Miyana) :માળીયા મિયાણાના બેંગવાંઢ બકરા ચરાવવા મુદ્દે માર માર્યો બાદ આરોપીઓને સમજાવવા ગયેલા યુવાન ઉપર પાંચ શખ્સોએ છરી વડે હુમલો કર્યા

 

 

 

 

 

માળીયા(મી)માં બકરા ચરાવવા ગયેલા દીકરાને બેંગ વાઢ વિસ્તારમાં રહેતા શખ્સે માર માર્યો હોય જેથી તેના ઘરે પિતા દ્વારા સમજાવવા જતા કુલ પાંચ શખ્સોએ તેમના ઉપર છરી થતા ઢીકાપાટુનો માર માર્યો હોય. ત્યારે સમગ્ર બનાવ મામલે ભોગ બનનાર દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં પાંચેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર માળીયા(મી)માં ભગડીયા વિસ્તારમાં રહેતા યાસીનભાઈ ઇબ્રાહિમભાઈ જેડા ઉવ.૩૫ વાળાનો દીકરો ગત તા. ૦૪/૦૯ના રોજ બેંગ વાઢ શહેનશાવલીના પાટીયા પાસે બકરા ચરાવતો હોય ત્યારે ત્યાં રહેતા ઇબ્રાહિમ કટીયા દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. જે બાબતે યાસીનભાઈના દીકરાએ ઘરે આવી તેમને જાણ કરતા યાસીનભાઈ ઇબ્રાહિમ કટીયાને બેંગ વાઢ વિસ્તારમાં તેના રહેણાંકે સમજાવવા ગયા હતા. ત્યારે સમજવવા ગયેલ યાસીનભાઈ ઉપર ઇબ્રાહિમ કટીયાએ છરી વડે એક ઘા સાથળના ભાગમાં મારવામાં આવ્યો હતો તેમજ ઇબ્રાહિમ કટીયા પરિવારના સભ્યો બીલાલ કટીયા, સીકંદર કટીયા, આમદ કટીયા તથા મહેરામણ ઉર્ફે ડાડુ કટીયા દ્વારા યાસીનભાઈને શરીરે તથા કપાળના ભાગે માર મારી ગાળો આપવામાં આવી હતી. બનાવ બાદ ઇજાગ્રસ્ત યાસીનભાઈને મોરબી સરકારી હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે ઉપરોક્ત પાંચેય આરોપીઓ સામે માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!