MEHSANAVISNAGAR

જિલ્લામાં વિવિધ સ્થળોએ નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી સાથે આરોગ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.

અંત્યોદય દિવસ નિમતે આરોગ્યની ચકાસણી કેમ્પ યોજવામાં આવ્યો..

અહેવાલ-બળવંતસિંહ ઠાકોર

આજરોજ તા.૨૫ સપ્ટેમ્બર,૨૦૨૪ સફાઈ મિત્ર સુરક્ષા શિબિર (અંત્યોદય દિવસ)ની ઉજવણી કરવામાં આવી, સાફ સફાઈનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ. ગ્રામ્ય કક્ષાએ તેમજ શહેરોમાં નિઃશુલ્ક આરોગ્ય ચકાસણીના આયોજન અન્વયે જિલ્લાના વિવિધ સ્થળોએ આરોગ્ય ચકાસણી શિબિર યોજાઈ હતી.
સફાઇ મિત્ર સુરક્ષા શિબિર ” અંતર્ગત આજરોજ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મોરવાડ અને બીલીયા ગામના સફાઈ કર્મચારીઓની હેલ્થ ચેકઅપ કાર્યક્રમ બીલીયા પેટા આરોગ્ય કેન્દ્ર રાખવામાં આવ્યો હતો. સતલાસણા તાલુકાના ગામ સતલાસણા ગામે સિવિલ હોસ્પિટલ માં સફાઈ કામદારની ડાયાબિટીસ અને બીપી ચેકઅપ કાર્ડ વિતરણ તથા સફાઈ જાડું આપીઅને દવા પણ આપવામાં આવી . તેમજ સૌ સાથે મળી હેલ્થ સેન્ટરની સફાઇ કરવામાં આવી. મહેસાણા તાલુકાના ખેરવા ગામના સામુહિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સાફ-સફાઈ કરવામાં આવી હતી. વિસનગર તાલુકાના કંસારાકુઈ તેમજ કાંસા ગામે chc તેમજ psc માં સફાઈ કર્મચારીઓની હેલ્થ ચેકઅપ કાર્યક્રમ રાખવામાં આવ્યો . જેમાં મેડિકલ ઓફિસર ઘ્વારા ચેક અપ કરી માસ્ક તેમજ ગ્લોઝ આપવામાં આવ્યા. તેમજ Dignity card આપવામાં આવ્યા.
          કડી તાલુકાના રાજપુર ગામે સફાઈ કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન થયું જેમાં મેડિકલ ઓફિસર ડોક્ટર કેતનભાઇ સોલંકી દ્વારા સફાઈ કર્મીઓનો હેલ્થ ચેકઅપ થયું આરોગ્યની સમગ્ર ટીમ દ્વારા તેમજ ગ્રામજનોને સાથે રાખીને આ કાર્યક્રમને સ્વચ્છતા હી સેવા વિશે સમજૂતી આપી તેમજ ગ્રામજનોને પણ સ્વચ્છતા વિશે સમજાવ્યું હતુ જ્યારે ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે સી એસ સી માં સફાઈ કર્મચારીઓની હેલ્થ ચેકઅપ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિજાપુર તાલુકા ના ગામ ખણુસા ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સફાઈ કામદારની ડાયાબિટીસ અને બીપી ચેકઅપ ,કાર્ડ વિતરણ તથા સફાઈ જાડું આપીઅને દવા પણ આપવામાં આવી . તેમજ સૌ સાથે મળી હેલ્થ સેન્ટરની સફાઇ કરી હતી. વડનગર તાલુકાના સુંઢિયા ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સફાઈ કામદારની ડાયાબિટીસ અને બીપી ચેકઅપ કાર્ડ વિતરણ તથા સફાઈ જાડું આપીઅને દવા પણ આપવામાં આવી .

 ખેરાલુ તાલુકામાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણસોલ ખાતે સફાઈ કર્મી નિશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો
આમ આજરોજ આવશ્યક તબીબી સેવાઓ પૂરી પાડવા અને જનસુખાકારીની ખાતરી કરવાના ઉમદા ઉદ્દેશ સાથે નિઃશુલ્ક આરોગ્ય શિબિર યોજવામાં આવ્યા હતા તેમજ આ સાથે આજે અંત્યોદય દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી  આ તકે સૌએ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં નિયમિત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પ્રયત્ન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

 

Back to top button
error: Content is protected !!