વિજાપુર આશ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત કે પી પટેલ સેકન્ડરી અને એસ યુ પટેલ ઉ મા શાળા ખાતે પ્રવશોત્સવ ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આશ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કેપી પટેલ સેકન્ડરી અને એસ યુ પટેલ ઉ.મા શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ 2024 ગુરુવાર ના રોજ મલ્ટી પરપઝ હોલ માં યોજાયો હતો આ પ્રસંગે મહેમાન તરીકે લાયેઝન ઓફિસર,જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા ડૉ દિપ્તીબેન ત્રિવેદી, ભરતસિંહ ડી ચાવડા,સ્પેશ્યલ એજયુકેટર,ટ્રસ્ટી અશોકભાઈ પટેલ,આચાર્ય કંદર્પભાઇ પટેલ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ઉમળકાભેર આવકારવા માં આવ્યા હતા ડો દીપ્તિ બેન ત્રિવેદીએ પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યુ હતુ. શાળાએ 2024 માં ગુણોત્સવ માં A+ ગ્રેડ મેળવવા બદલ સરાહના કરી હતી. આર્થિક નબળા વિદ્યાર્થીઓને મફત ચોપડા વિતરણ કરાયું હતું. કાર્યક્રમ નુ સફળ સંચાલન ગૌતમભાઇ એચ રાવલે કર્યુ હતુ.