MEHSANAMEHSANA CITY / TALUKO

સરકારી જિલ્લા પુસ્તકાલય મહેસાણા દ્વારા રોટરી ક્લબ મહેસાણા ખાતે “રવિવાર અને સર્જક સંગાથ”કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ શ્રીકૃષ્ણ દવેને સાંભળવાનો લ્હાવો મળ્યો જનતાને,

વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગ્રંથાલય ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકના સરકારી જિલ્લા પુસ્તકાલય મહેસાણા દ્વારા ગત તા. 13 એપ્રિલના રોજ રોટરી ક્લબ મહેસાણા ખાતે “રવિવાર અને સર્જક સંગાથ”કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સર્જક અને મુખ્ય વક્તા તરીકે ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ શ્રીકૃષ્ણ દવેને સાંભળવાનો લ્હાવો મહેસાણાની સાહિત્ય પ્રેમી જનતાને મળ્યો હતો.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા ગ્રંથાલય ખાતાના નિયામક ડૉ .પંકજ કે ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ગ્રંથાલયો થકી આવા સાહિત્યના વિવિધ કાર્યક્રમો કરીને પ્રજાજનોને ગ્રંથાલય પ્રતિ આકર્ષવા ખાતા તરફથી આવા સાહિત્યના કાર્યક્રમો થતા રહેશે.

કવિ શ્રીકૃષ્ણ દવેએ વાંસલડી ડોટ કોમ, મોરપીંછ ડોટકોમ …, એક બંદૂકની ગોળી…, એક બિલાડી જાડી…, કેમ છે ભાઈ…, કોઈ ઉગાડે એમ કદી ઊગવાનું નહીં… તેમજ ઠીક છે મારા ભાઈ…. સહિતની સુંદર રચનાઓનું રસપાન કરાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન હેતલ મહેતાએ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, જેમ સમય મોર્ડન છે તેમ સાહિત્ય પણ મોર્ડન થવું જોઈએ રચનાઓ પણ સમયની સાથે તાલ મેળવે એવી થવી જોઈએ એમ માનનારા કવિ કૃષ્ણ દવે અછાંદસ રચનાઓ માટે પ્રસિદ્ધ થયા છે. ખુમારી અને આગવી સચ્ચાઈથી કવિતાને પોખતા કવિ છે.
બધી જ વસ્તુઓમાં ધંધાકીય દષ્ટિકોણ અપનાવીને બધી વસ્તુઓને બિઝનેશ બનાવી દે એની પર કટાક્ષ કરતી રચના હોય કે અનોખા વિરોધાભાસને પ્રગટ કરતી રચનાઓના સર્જક અને રચનાઓના માધ્યમથી અવનવીન ભાવજગત સર્જવા માટે જાણીતા કવિ કૃષ્ણ દવે છે. સમાજમાં બનેલ ઘટનાને અનુલક્ષી ” આ રીતે વહાલ કઈ કરાય” એ રચના વરસાદ જીવવનો આધાર છે. આથી આપણને બહુ વ્હાલો લાગે એ સ્વાભાવિક છે, પરંતુ અતિ વરસ્યો એના એ અધિક વ્હાલથી કેટલાક લોકો બેહાલ થયા અને એને અનુલક્ષીને લખાયેલ છે.” આ રીતે વહાલ કઈ કરાય” રચના બહુ જ સુંદર છે. તેઓ કટાક્ષ અને વ્યંગને આગવી રીતે રજુ કરે છે. જે અસરકારક અને સચોટ હોય છે, આવી ઘણી બધી રચનાઓ તેમની છે.
આ કાર્યક્રમમાં મદદનીશ ગ્રંથાલય નિયામક જે. કે. જાળીયા તેમજ રોટલી ક્લબના પ્રમુખ શ્રીમતિ બિનુબેન રાવ, સિનિયર સિટીઝનના પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવી, એડવોકેટ શરદભાઈ શાહ, આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.વિમલભાઈ વૈદ્ય, ગુજરાત પુસ્તકાલય મંડળના પ્રમુખ ભાથીભાઈ ચૌધરી અને તેમજ મહેસાણાના સાહિત્ય પ્રેમી અને પ્રબુદ્ધ નાગરિકોએ  કવિ કૃષ્ણ દવેને સાંભળવાનો લ્હાવો લીધો હતો.

Back to top button
error: Content is protected !!