MEHSANAMEHSANA CITY / TALUKO

બેઠકમાં ‘કેચ ધ રેઇન’ જળસંચય, પ્રિમોન્સૂન, પીવાના પાણી, રેલવેના પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી

જિલ્લા કલેકટર એસ.કે પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સર્વગ્રાહી વિકાસ સંદર્ભે મેરેથોન બેઠક યોજાઈ

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર, મહેસાણા

મહેસાણા જિલ્લા કલેકટર  એસ.કે પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સર્વગ્રાહી વિકાસ સંદર્ભે કલેકટર કચેરી ખાતે મેરેથોન બેઠક યોજાઈ હતી. બેઠકમાં ‘કેચ ધ રેઇન’ જળસંચય, પ્રિમોન્સૂન, પીવાના પાણી, રેલવેના પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લામાં હાલમાં ચાલી રહેલ જળસંચયનો વ્યાપ વધારવા માટે તળાવ તથા ચેકડેમ ડીસીલ્ટીંગ, નવા તળાવ તથા ચેકડેમ બનવવા, જળાશય ડીસીલ્ટીંગ, ખેત તલાવડી વગેરે જેવા ચાલી રહેલ કામો અંગેની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉનાળાની ઋતુ દરમિયાન જિલ્લાના શહેરી વિસ્તાર અને તમામ ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન સર્જાય તેની તકેદારી રાખવા પણ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી

આ ઉપરાંત ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન ઉદભવે તે માટે પ્રિમોન્સુન સંદર્ભે આગોતરું આયોજન કરવા તેમજ જિલ્લામાં કોઈ જાનહાની કે માલહાની ન થાય તે અંગે તકેદારી રાખવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

વધુમાં રેલવેના પ્રશ્નોના સંકલન સંદર્ભે રેલવે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ  તૃષાબેન પટેલ, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદશ્રી મયંકભાઇ નાયક, ધારાસભ્ય સર્વે  મુકેશભાઈ પટેલ,  કિરીટભાઈ પટેલ, ડૉ. સી.જે.ચાવડા,  સરદારભાઈ ચૌધરી, સુખાજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી  ડૉ. હસરત જૈસમીન, નિવાસી અધિક કલેક્ટર  જે.કે. જેગોડા, પ્રાંત અધિકારી ઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારી/કર્મચારી  ઓ સહિત સમિતિના સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!