MEHSANAVIJAPUR

વિજાપુર એપીએમસીની ચૂંટણી નું ચિત્ર સ્પષ્ટ બન્યું ભાજપે 16 ઉમેદવારો જાહેર કર્યા

વિજાપુર એપીએમસીની ચૂંટણી નું ચિત્ર સ્પષ્ટ બન્યું ભાજપે 16 ઉમેદવારો જાહેર કર્યા
પૂર્વ ધારાસભ્ય હવે પોતાની પેનલ બનાવી ચૂંટણી લડશે
એપીએમસી માં ભાજપ સામે ભાજપ લડશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર એપીએમસીની ચૂંટણી રસાકસી ભરી બની રહે તેવી ફોર્મ પરત ખેંચવાની આખર તારીખ માં ચિત્ર સ્પષ્ટ બન્યું છે એપીએમસીની ચૂંટણીમાં 112 ફોર્મ ભરાયા હતા જેમાં ફોર્મની ચકાસણી દરમ્યાન ત્રણ ફોર્મ રદ થયા હતા જેથી 109 ફોર્મ માન્ય રહયા હતા જેમાં ભાજપે 16 બેઠક માટે મેન્ડેટ આપી પેનલ નક્કી કરી દેવામાં આવતા હવે પૂર્વ ધારાસભ્ય પીઆઇ પટેલ પોતાની નવી પેનલ ઉભી કરીને ચૂંટણી લડે તેવા સંજોગો ઉભા થવા પામ્યા છે જેમાં માન્ય રહેલા 109 ઉમેદવારો ના માન્ય ફૉર્મ માંથી 72 ફોર્મ પરત ખેંચવામાં આવતા 37 ઉમેદવારો એ ચૂંટણી માટે મેદાનમાં આવ્યા છે જેમાં ખેડૂત પેનલમાં 56 ફોર્મ પાછા ખેંચવામાં આવતા ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 25 ઉમેદવાર મેદાનમાં આવ્યા વેપારી વિભાગની 4 બેઠકો માટે 8 ઉમેદવાર મેદાનમાં આવ્યા જયારે ખરીદ વેચાણ સંઘ વિભાગની 2 બેઠકો માટે 4 ઉમેદવાર મેદાનમાં રહ્યા હતા ભાજપ માટે આ એપીએમસી ની ચૂંટણી જીતવા માટે નાક નો સવાલ છે જોકે આ વખતે પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ મેદાનમાં ઉતર્યા નથી પરંતુ ભાજપ દ્વારા 16 ઉમેદવારો ને નામજોગ મેન્ડેટ આપવામાં આવ્યા છે તો સામે પક્ષે કોંગ્રેસ માંથી ભાજપમાં ગયેલા પૂર્વ ધારાસભ્ય પીઆઇ પટેલ પણ મેદાનમાં છે જેથી આ વખતે એપીએમસીની ચૂંટણી ઘણી રંગતમય બને તેવા સંજોગો ઉભા થયા છે ત્યારે એપીએમસી જીતવી તે પૂર્વ ધારાસભ્ય પીઆઇ પટેલ માટે પણ એક વટ નો સવાલ છે આમ એપીએમસીની ચૂંટણી ઘણી રસપ્રદ બને તો નક્કી નહી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!