વિજાપુર રણાસણ ગામે મહાદેવ ના મંદિર પાસે મૂકેલ રોટર મશીન રૂપિયા ૪૦,૦૦૦/- નો ચોરાયો
પોલીસ મથકે અજાણ્યા ઈસમ સામે ફરીયાદ નોંધાવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રણાસણ ગામે ખેતીના કામ માટે લાવેલ સ્વરાજ કંપની નો રોટર મશીન તા ગુરુવારે ના રોજ મૂકેલ જે સ્થળ ઉપરથી નહિ જણાઈ આવતા લાગતા વળગતા ને ફોન કરી તેમજ ત્રણ સુધી શોધખોળ બાદ રોટર મશીન જેની કિંમત હાલ મા રૂપિયા ૪૦,૦૦૦/- ની ચોરી થયા ની જાણ થતાં પોલીસ મથકે અજાણ્યા ઈસમ સામે ખેડૂતે ફરીયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રણાસણ ગામના ખેતી કરતા ભાવદીપ રાજેશ ભાઈ રાણાજી મકવાણા તેઓએ પોતાના ખેતી કામ માટે લાવેલ રોટર મશીન સ્વરાજ કંપની નો ૪૦,૦૦૦/- નો ખરીદેલ મશીન ગુરુવાર ના મહાદેવ મંદિર પાસે મૂકેલ હતુ લગ્ન ના રાસ ગરબા બાદ પણ ત્યાં પડ્યું હતુ શુક્રવારે સવારે રોટર મશીન મંદિર પાસે નહિ જણાંતા તેઓએ તેમના પિતા ને ફોન કરી પૂછ્યું હતું કે કોઈ ને મશીન આપ્યો છે. તેઓએ ના પાડતા આસપાસ શોધખોળ કર્યા બાદ પોલીસ મથકે ભાવદીપ મકવાણા એ અજાણ્યા ઈસમ સામે પોલીસ મથકે રોટર મશીન ચોરી કરી લઈ ગયા ની ફરીયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.