GUJARATMEHSANAVADNAGAR

આયુષ્માન આરોગ્ય મંદિર તેમજ સામુહિક આરોગ્ય કેંન્દ્ર-સુંઢીયા સહિત ૭૧ આયુષ્માન આરોગ્ય શિબિર યોજાઇ

આર.એમ.એન.સી.એચ સેવાઓ, ટીબી સ્ક્રીનીંગ અને સારવાર

વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર,વડનગર

૧૧ ઓક્ટોબરના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર-સુંઠિયા ખાતે આયુષમાન આરોગ્ય શિબિર યોજયેલ સાથે જિલ્લાના તમામ કાર્યારત આયુષ્માન આરોગ્ય ખાતે ૭૧ આયુષમાન આરોગ્ય શિબિર યોજાઈ હતી.

મહેસાણા જિલ્લા ક્લેક્ટર એમ.નાગરાજન,જિલ્લા વિકાસ અધિકાર ડોક્ટર હસરત જૈસ્મિન, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકાર અને અધિક જિલ્લા આરોગ્ય અધિકાર માર્ગદર્શન હેઠળ જિલ્લાના છેવાડના નાગરિકો સુધી આરોગ્યની સેવાઓ પહોંચી શકે તે માટે જિલ્લાના તમામ કાર્યારત આયુષ્યમાન આરોગ્ય મંદિર તથા સામુહિક સામુહિક આરોગ્ય કેંન્દ્ર-સુંઢીયા ખાતે તા. ૧૧-૧૦-૨૪ના રોજ જી.એમ.ઈ.આર.એસ.મેડીકલ કોલેજ વડનગરના સંકલન થકી કુલ ૭૧ આયુષ્યમાન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં સ્ત્રી રોગ ચિકિત્સક, બાળરોગ નિષ્ણાંત, ફિઝીસિયન, જનરલ સર્જન,ઓર્થોપેડીક નિષ્ણાંત, આંખના નિષ્ણાંત, ઈએનટી નિષ્ણાંત, ત્વચારોગ નિષ્ણાંત, ડેન્ટલ જેવા GMERS વડનગર ના નિષ્ણાંત તબીબી તજજ્ઞો દ્વારા દર્દીઓને સેવાઓ આપવામાં આવી.લાભાર્થીને આયુષ્માન કાર્ડ જનરેટ, ABHA ID જનરેટ કરવામાં આવ્યા. IEC,BCC તેમજ કાઉસીલીંગ સેવાઓ પુરી પાડવામાં આવી.

જેવી પ્રવૃતિઓ કે યોગા, મેડીટેશન/ધ્યાન વ્યક્તિગત/માસિક સ્વચ્છતા, પોષણ વિશે માહિતી. માનસિક સ્વાસ્થ (ડિપ્રેશન/ આત્મહત્યા) કાઉસીલીંગ સેવાઓ આપવામાં આવી હતી. આર.એમ.એન.સી.એચ એની સેવાઓ, ટીબી સ્ક્રીનીંગ અને સારવાર.એનસીડીની સ્કીનીગ અને સારવાર આયુષ્માન સેવાઓ વગેરે આરોગ્ય સેવાઓ વિકાસ સપ્તાહ અંતર્ગત આરોગ્ય શિબીર નુ આયોજન કરેલ.

Back to top button
error: Content is protected !!