ખેરગામ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા 15 નાણાંપંચમા 16.47 લાખના ખર્ચે 19 જેટલા કામો મંજુર થતા વિવિધ રસ્તા તેમજ પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત સરપંચશ્રી ઝરણાબેન દ્વારા કરવામાં આવ્યું કરવામાં આવ્યું
DIPAKKUMAR PATELNovember 28, 2024Last Updated: November 28, 2024
2 1 minute read
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા પાંદરમાં નાણાંપંચમા 16.47 લાખના ખર્ચે 19 જેટલા કામો મંજુર થતા વિવિધ રસ્તા તેમજ પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.જેમાં ખેરગામ ખાખરી ફળીયા ખાતે આવેલા બ્રહ્મદેવ મંદિર પાસે રસ્તાનું ખાતમુહૂર્ત ગામના મહિલા સરપંચ ઝરણાબેન પટેલના હસ્તે કરવામાં કરવામાં આવ્યું હતું.એક લાખના ખર્ચે નિર્માણ થનાર આ રસ્તો બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી માંગ ઉઠી હતી,રસ્તાની કામગીરીનો આરંભ થતા લોકોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો.સરપંચ ઝરણાબેન પટેલે જણાવ્યું કે ખેરગામ વિસ્તારમાં વેણ ફળીયા,શામળા ફળીયા,ખાખરી ફળીયા,મિશન ફળીયા,સરસિયા,બાવલી ફળીયા,પોમાપાળ,માંહ્યવંશી મહોલ્લા અને પટેલ ફળીયા સહિતના વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ પાંદરમાં નાણાં પંચમાં ડામર રસ્તા,પેવર બ્લોકના કામો મંજુર કરવામાં આવ્યા હતા,જે પૈકી દીવાળી પહેલા પેવર બ્લોકનું કામ પૂણઁ કરવામાં આવ્યા હતા અને અત્યારે રસ્તાનું કામના ખાતમુહૂર્ત થતા રસ્તાના કામો કરવામાં આવી રહ્યા છે.