વિજાપુર જૂના બજાર મા સતત બે દિવસ મા 14 દુકાનો અને બેંક ના તાળા તોડી પોલીસને ચેલેન્જ આપી
વેપારીઓએ જૂના પોલીસ મથકે તેમજ ચબૂતરા બજાર મા પોલીસ નો પોઇન્ટ મૂકવા માંગ કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ના મધ્ય વિસ્તાર મા આવેલ જૂના બજાર માં સતત બે દિવસ મા 14 દુકાનો ના અને બેંક નુ તાળું તોડી પોલીસ ને પડકાર કર્યો છે. રાત્રીના સમયે પેટ્રોલીંગ કરતી પોલીસ સામે સવાલો તસ્કરો ઉભા કર્યા છે. મળતી માહિતી મુજબ ગુરુવારે પડેલા વરસાદ મા અને શુક્રવાર ની રાત્રીએ સતત બે દિવસ મા તસ્કરો એ જૂના બજાર મા આવેલ જેવલર્સ ની દુકાન રેડીમેડ ની દુકાન મેડિકલની દુકાનો નાગરીક બેંક બે દવાખાના કરીયાણા ની દુકાનો સહિત ના તાળા નકૂચા તોડી નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેમાં કેટલીક દુકાનો માંથી પરચુરણ ની ચોરી થયા ની ફરીયાદ નોંધાઈ છે. બીજી રાત્રીએ જૂના બજાર માં અશોક ફરસાણ ની દુકાન નુ તાળું તોડી સવાર સુધી ફરસાણ માલ ને નુકશાન કર્યું હતુ. ચબૂતરા ટાવર પાસે થયેલ તાળા તોડી ચોરી ના થયેલ પ્રયાસ ને લઈ પેટ્રોલીંગ કરતી પોલીસ સામે તસ્કરો એ સવાલો ઊભા કર્યા છે. આ અંગે સ્થાનીક વેપારીઓ એ જણાવ્યું હતંકે સતત બે દિવસ થી બજાર માં એક સાથે ક્રમ બંધ 14 જેટલી દુકાનો ના તાળા તોડવા ની ઘટના ચિંતા જનક છે. પોલીસ રાત્રીના સમયે અહી પોલીસ પોઇન્ટ મૂકી સતત પેટ્રોલીંગ વધારવા માંગ કરી હતી. આ અગાઉ પણ માર્કેટ યાર્ડ મા એક સાથે સાત દુકાનો તોડી હતી જેની હજુ સાહી સુકાઈ નથી ત્યાં બીજો ચોરીના ના બનાવ ને લઈ વેપારીઓ ચિંતા મા મૂકાયા છે.