MEHSANAVIJAPUR

વિજાપુર ડેરીયા ટેચાવા ગામે 400 વીઘામા થયેલ કાળા તલ ની ખેતી ને ભારે વરસાદ ને કારણે નુકશાન

વિજાપુર ડેરીયા ટેચાવા ગામે 400 વીઘામા થયેલ કાળા તલ ની ખેતી ને ભારે વરસાદ ને કારણે નુકશાન
ખેડૂતો એ નુકશાની સહાય આપવા માંગ કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ડેરીયા ટેચાવા ગામે 400 વીઘા જમીન મા ખેડૂતે કરેલ કાળા તલ નો કરેલ વાવેતર તાજેતર મા થયેલા ભારે વરસાદ ના કારણે ભારે નુકશાન ને લઇને ખેડૂતો ચિંતા મૂકાયા છે. નુકશાન ને લઇને સરકાર તરફ થી યોગ્ય તપાસ કરી ખેડૂતો ને સહાય પુરી પાડવા માંગ કરી છે. બંને ગામો ના ખેડૂતો એ જણાવ્યું હતું કે ટેચાવા તેમજ ડેરીયા ગામના ખેડૂતોએ 400 વીઘા જમીનમાં કાળા તલ ની ખેતી કરી વાવેતર કર્યું હતું. જે તાજેતર મા સતત પડેલા વરસાદ ના કારણે કાળા તલ નો પાક સંદતર નિષ્ફળ ગયો છે. ખેડૂતો ને કરોડો રૂપિયા નુ નુકશાન થયુ છે. સરકાર દ્વારા બંને ગામો મા તપાસ કરી સર્વે કરાવી ને ખેડૂતો ને થયેલા નુકશાન નુ વળતર આપવા માંગ કરી હતી જેને લઇ ગ્રામજનો એ તંત્ર ને લેખીત મા રજૂઆતો કરેલ છે.

Back to top button
error: Content is protected !!