MEHSANAVIJAPUR

વિજાપુર નગર પાલિકા એ નવીન લાઈન માંથી પીવાનુ પાણી વીસ લાખ ગેલન છોડવા મા આવ્યું પણ નગરજનો સુધી પોહચ્યું નહિ

વિજાપુર નગર પાલિકા એ નવીન લાઈન માંથી પીવાનુ પાણી વીસ લાખ ગેલન છોડવા મા આવ્યું પણ નગરજનો સુધી પોહચ્યું નહિ
લોકો પાણી વગળ ટળવળતા નગરજનો પાલીકા મા પોહ્ચ્યા 20 લાખ ગેલન પાણી છોડયું પણ અટકાયું ક્યાં તે પાલીકા માટે તપાસ નો વિષય
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગર પાલિકા દ્વારા શહેરી વિસ્તારો પીવાના પાણી ની નવીન લાઈનો અંદાજે ત્રણ કરોડના ખર્ચે નાખવામાં આવી હતી. જેનો પાલીકા દ્વારા ટેસ્ટિંગ માટે પીવાનું વીસ લાખ ગેલન પાણી છોડવામા આવ્યું હતુ પરંતુ પાણી મોટી વ્હોરવાડ નાની વ્હોરવાડ રિદ્રોલનો માઢ સાંથ બજાર ચબૂતરા દોશીવાડા રોડ ઊંડીશેરી હુસેની ચોક સહિતના વિસ્તારોમાં ઘર સુધી નાખેલા નળ સુધી પણ પાણી નહિ પોહચતા નગરજનોએ પાલીકા ને ઘમરોળી નાખી હતી. ઉનાળા ની કાળઝાળ ગરમી મા નવીન લાઈન માંથી છોડવામાં આવેલ પીવાનું પાણી કનેક્શન સુધી પોહચ્યુ નથી. હાલ નજીક મા તહેવાર પણ આવી રહ્યો છે અને વ્હોરવાડ તેમજ રિદ્રોલ ના માઢ મા કેટલીક જગ્યાએ લગ્ન નો પ્રસંગ પણ છે એવા સમયે પાણી પૂરતો જથ્થો નહિ મળતાં રહીશો ના વલખાં મારવાં નો સમય ઊભો થવા પામ્યો હતો. અહીના સ્થાનીક રહીશ મહેમુદ હસન મોલવી એક્ટિવ ફૂટવેર વાળા એ જણાવ્યું હતું કે પાલીકા દ્વારા જે નવીન પાણી ની લાઈન માંથી છોડવામાં આવેલ પાણી ઘર આગળ આપેલ કનેક્શન સુધી પોહ્ચ્યું નથી જેથી હાલમાં નજીક મા આવતા તહેવાર અને લગ્ન પ્રસંગો ને લઈ જૂની લાઈન માંથી પાણી આપવા રજૂઆત પાલીકા મા કરવા મા આવી છે. જ્યારે આ આ અંગે સ્થાનીક આગેવાન પૂર્વ પાલીકા ઉપપ્રમુખ અસ્પાક અલી એ જણાવ્યું હતુ કે પાલીકા દ્વારા અંદાજીત ત્રણ કરોડ ના ખર્ચે નાખેલી લાઈનો વ્યર્થ ગઈ છે. પાલીકા દ્વારા 20 લાખ ગેલન પાણી છોડવા મા આવ્યું છે.પરંતુ લોકોના ઘર સુધી પાણી નહિ પોહચ્તા 20 લાખ ગેલન પાણી કયાં અટવાયું છે તે એક તપાસ નો વિષય છે નગરજનો મા આવી કારમી ગરમી મા પીવાના પાણી ને લઈ બૂમ ઉઠી રહીછે. અહી હાલ માં ઇન્ચાર્જ ચીફ ઓફિસર ભરત ભાઇ વ્યાસ પણ હાજર નથી ઉદભવેલી પાણી સમસ્યા અંગે રજૂઆત કોને કરવી એ પણ એક સમસ્યા છે. પાલીકા મા હાજર પાણી પુરવઠા વિભાગ ના કર્મચારી પાર્થ ભાઈએ સમસ્યા હલ કરવા નો દિલાસો આપ્યો છે. જેને લઇ અમારી રજૂઆત અધિકારી સુધી પોહ્ચશે એવી આશા છે. જ્યારે આ અંગે પાલીકા પાણી પુરવઠા વિભાગ ના કર્મચારી પાર્થ ભાઈ પટેલે જણાવ્યું હતુ કે હાલ માં ચીફ ઓફિસર સાહેબ હાલ એક કાર્યક્રમ હોવાથી ત્યાં ગયા છે. અહી આવશે તો રજૂઆત કરવા આવેલા રજૂઆત કર્તા ઓની રજૂઆત મૂકવા મા આવશે હાલ અમો એ નવીન પીવાની પાણી ની લાઈન મા 20 લાખ ગેલન પાણી છોડવા મા આવ્યું છે. પરંતુ પાણી લોકોના નળ સુધી કેમ પોહચ્યું નથી તેની યોગ્ય તપાસ થશે જોકે કેટલાક લોકોને પાણી મળ્યું છે. પરંતુ અમુક વિસ્તારો મા પાણી મળ્યું નથી. જેમાં વ્હોરવાડ ચબૂતરા હુસેની ચોક સાંથ બજાર મા આ આ સમસ્યા જોવા મળી છે જ્યાં પણ આવી સમસ્યા હશે ત્યાં એનો પાલીકા દ્વારા નિકાલ કરવા યોગ્ય કાર્યવાહી કરવા મા આવશે તેમ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!