KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડયો

 

તારીખ ૨૪/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડને ટેકનીકલ અને હુમન સોર્સીસ નાં આધારે ખાનગી રાહે બાતમીદાર થી બાતમી હકીકત મળેલ કે વેજલપુર પોલીસ સ્ટેશન પાર્ટ-સી ગુ.ર.નં.૧૧૨૦૭૦૭૬૨૪૦૭૨૦/૨૪ પ્રોહિ. એક્ટ કલમ-૬૫(એ)(ઈ),૮૧,૮૩, ૯૮(૨), ૧૧૬(બી) મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી-રતન ઉર્ફે કૈલેશ વીરસીંગભાઈ નીનામા ઉ.વ.૩૦ ધંધો.ખેતી રહે.થાળા ડુંગરીફળિયું તા.ઝાલોદ જી.દાહોદ નાનો અલીન્દ્રા ચોકડી પાસે શરીરે સફેદ કલર નું શર્ટ તથા કમરે ભૂખરા કલર નું જીન્સ પેન્ટ પહેરેલ છે જે આધારે સર્વેલન્સ સ્ટાફ નાં માણસો એ સદર જગ્યા એ તપાસ કરતા ઉપરોક્ત વર્ણન વાળો એક ઇસમ હાજર મળી આવેલ હોય જેથી તેને પકડી પાડી અગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!