MEHSANAVIJAPUR

વિજાપુર પિલવાઇ ગામે ગોવર્ધન નાથ મંદિર ખાતે મૂર્તિ સ્થાપન દિવસને લઈ ગૃહ રાજ્યમંત્રી અમિતભાઇ શાહ ની રવિવારે હાજરી આપશે જેને લઈ મંદિર સ્થળ ઉપર નિરીક્ષણ કરાયું

વિજાપુર પિલવાઇ ગામે ગોવર્ધન નાથ મંદિર ખાતે મૂર્તિ સ્થાપન દિવસને લઈ ગૃહ રાજ્યમંત્રી અમિતભાઇ શાહ ની રવિવારે હાજરી આપશે જેને લઈ મંદિર સ્થળ ઉપર નિરીક્ષણ કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
આગામી ૨ માર્ચ ના રવિવારે રોજ વિજાપુર તાલુકાના પિલવાઇ ગામે ગોવર્ધન નાથ મંદિર ના મૂર્તિ સ્થાપન નિમિતે દેશના સહકાર અને ગૃહરાજ્યમંત્રી અમિતભાઈ શાહ હાજરી આપવા ના હોઈ ગોવર્ધન નાથ મંદિર પરિસર આસપાસ ના સ્થળ ની અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરાયું હતું જેને લઇ ધારાસભ્ય સીજે ચાવડા માણસા ના ધારાસભ્ય જે એસ પટેલે ડી.એસ.પી પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર પોલીસ અધિકારી સહિત ની મુલાકાત કરી રિવ્યુ બેઠક યોજી હતી. તેમજ ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. ગોવર્ધન નાથ મંદિર ખાતે અને ગામના સ્થળોની ડી.એસ.પી તેમજ પ્રાન્ત અધિકારી દેવાંગ ભાઈ રાઠોડ,મામલતદાર શૈલેષ સિંહ બારીયા, તાલુકા વિકાસ અધિકારી સપના બેન રાજપુત તેમજ અન્ય ખાતાના અધિકારીઓ એ મંદિરનું જાત નિરીક્ષણ કર્યું હતુ. ગૃહ મંત્રી અમીતભાઈ શાહ જે રસ્તે થી પસાર થવાના હોઈ તે સ્થળનું પણ નિરીક્ષણ કયૃ હતુ અને સંબંધિત અધિકારીઓ અને લાગતાં વળતા કમૅચારીઓ ને સુરક્ષા તેમજ કોઈ બાબતમાં ચૂક ના રહી જાય તેની સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી આ‌‌ પ્રસંગે જી.સી હાઈસ્કૂલ ના કેમ્પસ ડાયરેકટર દેવી સિંહ પરમાર કનક સિંહ વિહોલ વિષ્ણુસિંહ વિહોલ મંદિર પરિસર ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!