MEHSANAVIJAPUR

વિજાપુર ગરીબ નવાઝ સોસાયટી ના નાકે મૂકેલ ઈકો કાર નુ સાયલેન્સર ચોરાયું

વિજાપુર ગરીબ નવાઝ સોસાયટી ના નાકે મૂકેલ ઈકો કાર નુ સાયલેન્સર ચોરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ગરીબ નવાઝ સોસાયટી ના નાકે મૂકેલ ઈકો કાર માંથી સાયલેન્સર રૂપિયા ૭૫,૦૦૦/- નુ ચોરી કરી લઈ ગયા ની પોલીસ મથકે પોલીસ મથકે અજાણ્યા ઈસમ સામે ફરીયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગરીબ નવાઝ મા રહેતા ઈકરામ ભાઈ સફદલ ભાઈ કુરેશી પોતાના મિત્ર શેખ નિઝામુદ્દીન ઇકબાલ ભાઈ ની ઈકો ગાડી ચલાવી પરીવાર નુ ગુજરાન ચલાવે છે તેઓ શુક્રવાર ના રોજ ઈકો કાર નંબર જીજે ૦૨ ઇ.સી ૭૭૬૨ કાર લઇ અમદાવાદ ગયા હતા. તે રાત્રી એ ઘેર પરત આવતા રાત્રીના નવ કલાકે ઈકો ગરીબ નવાઝ સોસાયટી ના નાકે મૂકી હતી. બીજા દિવસે કાર ને સેલ મારતાં ગાડીનો ફાયરિંગ નો અવાજ બદલાયેલ જેથી ગાડી માંથી ઉતરી તપાસ કરતા કાર નો સાયલેન્સર ચોરી થયા ની જાણ થતાં આસપાસ શોધખોળ બાદ પોલીસ મથકે ડ્રાઈવર ઇકરામ ભાઈ સફદલ ભાઈ કુરેશીએ અજાણ્યા ઈસમ સામે સાયલેન્સર રૂપિયા ૭૫,૦૦૦/- ની ચોરી ની પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે હાલ માં મોબાઈલ ઈકો કાર ના સાયલેન્સર ની ચોરી ના બનાવ બનતા પોલીસે પેટ્રોલીંગ સઘન બનાવવા મા આવે તેવી જાગૃત નાગરીકો મા માંગ પણ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!