વિજાપુર રણાસણ રેપડી માતા, ગુરુ ગોરખનાથજી, ગુરુ પ્રભુનાથજી, પાટોત્સવ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના રણાસણ ગામે આવેલ રેપડી માતાના મંદિર પ્રભુનાથજી ગિરનારી બાપાની સમાધી મંદિર પાસે ગોરખ ધુણા ખાતે ગુરુ ગોરખનાથજી, ગુરુ પ્રભુનાથજી, પાટોત્સવ અને ૨૧મી પુણ્યતિથિ સહિત બે દિવસીય ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ભજન કીર્તન કાર્યક્રમ મા સંતો મહંતો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.શ્રદ્ધાળુ ઓનો પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જુદાજુદા સ્થળો થી આવેલા ગિરનારી ભેગ ધારી સંતો, અને મહંતો એ ગુરુ પ્રભુનાથજી મહારાજની ધુણા ધખાવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન મહામંડલેશ્વર મહંત શ્રી સાગર નાથજી, અને મહંત શ્રી નિર્મલનાથજી દ્વારા કરવામાં આવ્યું હતું