
વિજાપુર સંઘપુર આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે NQAS અંતર્ગત દિલ્હી થી નેશનલ લેવલ ની ટીમ દ્વારા કામગીરીનુ મૂલ્યાંકન કરી આકારણી કરાઈ 
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સંઘપુર આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે દિલ્હી થી આવેલ રાષ્ટ્રીય લેવલ થી આવેલ ડો રોહિત શોકીન અને ડો નીતિ શર્મા ની ટીમ દ્વારા આરોગ્ય મંદિર ની વિવિધ સેવાઓ નુ મૂલ્યાંકન કરી કામગીરીની આકારણી કરવા મા આવી હતી. જેમાં આરોગ્યની 12 પ્રકાર ની સેવાઓ સગર્ભા માતા તેમજ પ્રસૂતિ તથા પ્રસૂતિ પછી સાર સંભાળ,નવજાત શિશુ અને 1 વર્ષ થી નાના બાળકો ની સાર સંભાળ રસીકરણ સહિત બાલ સંભાળ અને કિશોર કિશોરીઓ ની પૂરતી આરોગ્ય સેવાઓ , કુટુંબ કલ્યાણ ને લગતી સેવાઓ તેમજ વર્ષ દરમ્યાન સામાન્ય ફેલાતા રોગચાળા મા આપવામા આવતી સેવાઓ તેમજ સામાન્ય બીમારીઓનો ઉપચાર,રાષ્ટ્રીય આરોગ્ય કારક્રમો નું સધન સંચાલન જેમાં સંચારી અને રોગચાળા સંબધી કાર્યક્રમો નું અમલીકરણ ,ડાયાબિટીસ હાયપર ટેન્શન,કેન્સર જેવા નોન કોમ્યુનિકેબલ (બિનચેપી)રોગોનું નિદાન તેમજ સુવ્યવહારુ સારવાર,આંખ ,કાન નાક તથા ગળા ને લગતી બીમારીઓ નું અને રોગો નું સ્ક્રીનીંગ ,નિદાન તેમજ સારવાર દાંત ના આરોગ્ય સંબંધી સેવા ઓ ,માનસિક આરોગ્ય ને લગતી બીમારીઓ નું નિદાન તેમજ સારવાર ,વધુ વય ધરાવતા વ્યક્તિઓ માટે ઉંમર ની સંલગ્ન સારવાર ટ્રોમા અને ઇમરજન્સી સેવાઓ (પ્રાથમિક) નું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમજ આવેલ ટીમ દ્વારા રેકર્ડ અને રજિસ્ટર ચકાસણીની ચકાસણી કરવા મા આવી હતી. લોકોને કેટલી ગુણવત્તા સાથે આરોગ્ય ની સેવાઓ મળે છે તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યુ હતુ જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભરતભાઈ સોલંકી, તાલુકા આરોગ્ય અધિકારી ડો ચેતન પ્રજાપતિ,મેડિકલ ઓફિસર પ્રા આ કે ડો સમીર પટેલ તાલુકા હેલ્થ સુપર વાઈજર મુકેશ ચૌહાણ તેમજ આમ સંધપુર ના સી એચ ઓ નૌશાદ અને ફી હે વ પલક પટેલ અને મ પ હે વ અર્પિત પંડ્યા તેમજ ડેપ્યુટેશન માટે મુકેલ સ્ટાફ સુમિત પટેલ, પ્રગના પટેલ, નૌરીન આયુષ મેઓ ફલુ..,મેડિકલ ઓફિસર લાડોલ .આશા બેનો..આર બી એસ કે સ્ટાફ તેમજ સરપંચ , શામળનાથ ના મહંત ,ડેપ્યુટી સરપંચ અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.




