
વિજાપુર સ્વામિનારાયણ સ્કૂલમાં 8 વર્ષની બાળા સાથે દુષ્કૃત્યનો કેસ : વાલીઓનો રોષ, પોલીસની નિષ્ક્રિયતા સામે હાહાકાર
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સ્વામિનારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતી આઠ વર્ષની બીજા ધોરણની નાની બાળા સાથે ITIના વિદ્યાર્થી દ્વારા અજાણ્યું ઇન્જેક્શન આપી કુચેસ્ટા કરાયાની આઘાતજનક ઘટના સામે શહેરમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.બાળાએ પોલીસ, આચાર્ય અને હાજર નાગરિકોની હાજરીમાં આરોપીને બે બે વખત સ્પષ્ટ રીતે ઓળખી બતાવ્યો હોવા છતાં FIRમાં નામ ન ઉમેરાતા અને ધરપકડ ન થતાં વાલીઓ ગુસ્સે ભરાયા હતા. 22 નવેમ્બરના રોજ નોંધાયેલી FIR (નં. 11206074250643) બાદ ઘણી મુદત વીતી ગઈ છતાં આરોપી ITI વિદ્યાર્થી અને ભાણપુર ગામનો હોવાનો વારંવાર વાલી એ જણાવવા છતાં આરોપીની ધરપકડ ન થતાં વાલીઓ ગુસ્સે ભરાઈ પોલીસ સ્ટેશન ખાતે ધસીને હાયકારો લીધો હતો.





